Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

તળાજાના ખાનગી ડોકટરોએ પાળી હડતાલ : આરોપી નેટવર્ક બહાર

ડો.મિલન અગ્રાવત પર હુમલાને લઈ

 ભાવનગર તા.૪ : તળાજાના ગાયનેક ડોકટર પર ગઈકાલે ડોકટર ની ચેમ્બરમાં બે અજાણ્યા શખ્સોએ ઘુસી કરેલ છરીવડે હુમલા ના ઘેરા પ્રત્યાઘાત અહીંના ખાનગી પ્રેકિટસ કરતા ડોકટરો માં પડ્યા છે. ગઈકાલે કરેલી જાહેરાત મુજબજ આજે તમામ ખાનગી હોસ્પિટલ દવાખાના માં ઓપીડી કાર્ય બંધ રાખવામાં આવેલ. ડોકટરોએ બાઈક રેલીયોજી હતી. ડોકટર પર હુમલાના સમર્થનમાં મેડિકલ સ્ટોર ધારક,ત્રિપાખ સાધુ સમાજ પણ જોડાયો હતો.

તળાજા પોલીસ સ્ટેશન ની સામેજ ચિરંજીવી હોસ્પિટલ ના ડોકટર મિલન હસમુખભાઈ અગ્રાવત પર હુમલો કરનાર બે અજાણ્યા ઈસમો અને હુમલા નું કાવતરું કરનાર એટલા બે ખોફ બની ગયાકે પોલીસ સ્ટેશન સામે હોવા છતાંય પોલીસ નો કગરીકેય ડર રાખ્યા વગર હોસ્પિટલમાં પચાસેક થી વધુ લોકો હોવા છતાંય છરી વડે હુમલો કરી મોત ને ઘાટ ઉતારવાની ધમકી દેતા ગયા. જેના પગલે તળાજા ડોકટર એસોસિએશન માં રોષ ફેલાયો છે.

એટલુંજ નહિ ખાનગી પ્રેકિટસ કરતા ડોકટરો,મેડીકલ સ્ટોર ધારકો, લેબોરેટરીના સંચાલકો શહેરના ઇતિહાસમાં  પ્રથમ વખત સમુહિક રીતે હુમલા ખોર ને તાત્કાલિક ઝબ્બે કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. જેમાં ડો.મિલન અગ્રાવત સાધુ સમાજ ના હોય ત્રિપાખ સાધુ સમાજ પણ જોડાયો હતો.સાધુ સમાજે પણ આજે મામલતદાર ને આવેદનપત્ર પાઠવી આરોપી ને તાત્કાલિક ઝબ્બે કરવા સાથે કડક પગલાં ભરવાની માગ કરી હતી.

આરોપી ના પગેરા બાબતે પો.ઇ ગમારા એ જણાવ્યું હતુંકે ચૂડી અને વરલ ગામનાઙ્ગ ચેતન વિક્રમભાઈ બરાળ, મેહુલ કેશુભાઈ મોભ નાજ નામ સામે આવે છે.બન્ને ને ઝબ્બે કરવા માટે ત્રણ ટિમો બનાવી છે. જોકે આરોપીઓ નેટવર્ક બહારછે.

શહેરમાં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ કેવી છે તે વેપારીઓ,નોકરિયાત વર્ગ, અને આમ જનતા માં પણ ચિંતા નો વિષય રહ્યો.તેની વચ્ચે એક વાત એવી પણ આવી કે સુરત બન્ને આરોપીઓ સુરત થીજ તળાજા આવ્યા હતા. બન્ને શહેર ની ભાગોળે આવેલ ગેસ્ટ હાઉસ માં રોકાયા હતા. જોકે પોલીસ હજુ એ દિશામાં તપાસ ચાલી રહી છે નું જણાવ્યું હતું.

તળાજા મહિલા પો.સ.ઇ સોલંકી એ ગઈકાલે જ હુમલાની ઘટના ની ગણતરીની મિનિટો માજ હુમલા ખોર ની ઓળખ અને મોબાઈલ નેટવર્ક ની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી.તેમાં બન્ને આરોપી ના નામો સામે આવી ગયા. હવે એવોપણ આરોપ છેકે આ કાવતરું પણ છે.આથી રાત્રી રોકાણ પણ અહીં જ કર્યાની વાત છે.આથી તળાજા આવ્યા ત્યાર થી ભાગ્ય ત્યાં સુધી મોબાઈલ પર હુમલાખોરો એ વાત કરી હશે.જે તેમના મોબાઈલ કોલ ના આધારે તપાસ થાય તો જો કાવતરું હોય તો કાવતરાખોર પણ ઝબ્બે થઈ જાય.

હુમલા નો ભોગ બનનાર ડો.અગ્રાવતે મોડી સાંજે મોબાઈલ પર વાત કરતા જણાવ્યું હતું કે હું રેન્જ પોલીસ વડા સમક્ષ આવ્યો છું.મારી તેમને રજુઆત કલમ ૩૦૭ ની ઉમેરો કરવો, હુમલો એક કાવતરા નોજ ભાગ છે. એ દિશામાં તપાસ કરવી. હુમલાખોર તાત્કાલીક ઝબ્બે થાય અને સત્ય બહાર આવે તેવી રજુઆત છે.

(11:49 am IST)