Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સ્વામીનારાયણ વિદ્યાપીઠ ફરેણીમાં ફુટબોલ કેમ્પ સંપન્ન

ધોરાજી : શ્રી સ્વામીનારાયણ વિદ્યાપીઠ ફરેણી ખાતે ફુટબોલ ટુર્ના.માં જીલ્લા કક્ષાએથી પસંદગી થયેલ ખેલાડીઓ અત્યારે ટ્રેનીંગનો લાભ લે છે આ ટ્રેનીગમાં અમદાવાદ, ભાવનગર, રાજકોટ, ભરૂચ, બરોડા વગેરે જેવા જીલ્લાઓમાંથી જેટલા ખેલાડીઓ અત્યારે સ્વામીનારાયણ વિદ્યાપીઠ ખાતે ટ્રેનીંગ લઇ રહ્યા છે. જેમના ટ્રેનર તરીકે અનિલભાઇ પટેલ સેવા આપી રહ્યા છે. આ ટ્રેનીંગમાંથી ૨૦ ખેલાડીઓની પસંદગી થશે જે ૬ ડીસે. ૨૦૧૯ના રોજ હિમાચલ પ્રદેશના મંડી માં ઓલ ઇન્ડિયા નેશનલ રમવા જશે જેમાં તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તસ્વીરમાં કેમ્પમાં જોડાયેલ સ્પર્ધકો ટ્રેનીંગ લેતા નજરે પડે છે.

(11:47 am IST)