Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ભાણવડમાં વનૌષધિ અભ્યાસ શિબિરનું સમાપન

બરડાની દુર્લભ વનસ્પતિઓથી તજજ્ઞો અભિભૂત !

ભાણવડ તા.૪ : ભાણવડ ગાયત્રી આશ્રમ ખાતે ત્રિદિવસીય વર્નાૈષધિ અભ્યાસ શિબિરનું સમાપન થયુ હતુ. ભાણવડના બરડા ડુંગરમાં રહેલી દુર્લભ વર્નાૈષધિઓ જોઇ શિબિરમાં ઉપસ્થિત રહેલ વનસ્પતિ તજજ્ઞો તેમજ શિબિરાર્થીઓ અભિભૂત થઇ ઉઠયા હતા.અખિલ ભારતીય વર્નાૈષધિ અભ્યાસ મંડળ દ્વારા ભાણવડના બરડા ડુંગર વિસ્તારની વનસ્પતિઓના અભ્યાસ અને સંગ્રહ તેમજ વનસ્પતિઓની ઉપયોગીતા માટે રીસર્ચ શિબિરનું આયોજન કરેલ. જેમાં સંસ્થાના પ્રમુખ ડો.મીનુભાઇ પરબીયા નડીયાદ આયુ. કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ અને નિષ્ણાંત વૈદ્ય મદનમોહનભાઇ પટેલ, નડીયાદ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ અને બોટનીસ્ટ ડો.અલ્પેશભાઇ પટેલ, સુરત આયુર્વેદ કોલેજના વર્નાૈષધિ વિષયના પૂર્વ પ્રોફેસર વૈદ્ય યજ્ઞેશભાઇ વ્યાસ, ગુજરાત સરકાર મેડીસીનલ પ્લાન્ટ બોર્ડના કનુભાઇ યોગી વડોદરા ઇએસઆઇએસના આયુષ વિભાગના વડા ડો.અમરીષ પંડયા તેમજ ગુજરાતમાંથી ૭૮ જેટલા તાલીમાર્થીઓ અને વનસ્પતિ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઇથી શિબિરમાં ભાગ લેવા ડો.તરલાબેન જૈન ઉપસ્થિત હતા.

શિબિરના નિર્ધારીત કાર્યક્રમ મુજબ વર્નાૈષધિ તજજ્ઞો અને શિબિરાર્થીએ બરડાના જંગલમાં ભ્રમણ કરી વર્નાૈષધિઓનો પરિચય કરી સંગ્રહ કરી તેના પર શિબિરમાં ચર્ચા અને તજજ્ઞો દ્વારા શિબિરાર્થીઓને સમજણ આપી હતી અને પ્રશ્નાવલી  કરી જ્ઞાનગોષ્ઠી કરાઇ હતી. બરડા ડુંગરમાંથી મળેલ વનસ્પતિઓથી તજજ્ઞો અને નિષ્ણાંતો ખૂબ જ પ્રભાવિત થયા હતા.

આ વનસ્પતિઓનો આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતીથી ઉપયોગ કરવામાં આવે તો અનેક અસાધ્ય અને હઠીલા રોગો અકસીર થઇ શકે તેવો મત વ્યકત થયો હતો. બરડા ડુંગરમાંથી મળેલ વનસ્પતિઓ અંગે ઉપસ્થિત નિષ્ણાંતો અને તજજ્ઞોએ વિસ્તારપુર્વક સમજ આપી હતી.શિબિર દરમિયાન અખિલ ભારતીય વર્નાૈષધિ મંડળના પૂર્વ પ્રમુખ અને રાજવૈદ્ય હીરૂભાઇ પટેલનુ સંસ્થાના વર્તમાન પ્રમુખ મીનુભાઇ પરબીયા દ્વારા સન્માન કરી શિબિરમાં તજજ્ઞો અને નિષ્ણાંતોના હસ્તે મોમેન્ટ આપી સન્માન કરેલ. શિબિરના આયોજન માટે ગાયત્રી આશ્રમના માતાજી તેમજ બરડા જંગલમાં વર્નાૈષધિ શોધવા માટે જંગલ વિહારમાં મદદરૂપ થયેલ ફોરેસ્ટ અધિકારી લીંબાસીયાનુ શિબિરના સફળ આયોજનમાં યોગદાન આપનાર ભાણવડના તબીબ ડો.હિરેનભાઇ નાણાવટીનુ સન્માન કરાયુ હતુ.

અખિલ ભારતીય વર્નાૈષધિ અભ્યાસ મંડળ દ્વારા આ પહેલા દેશના વિવિધ રાજયોના વનવિસ્તારોમાં આવી જ ૫૦ થી વધુ શિબિરો કરાયેલ ત્યારે આ વખતે ભાણવડના બરડા ડુંગરની પસંદગી કરાઇ હતી.

(11:44 am IST)