Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ટંકારામાં લાખોની છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે રાજસ્થાનથી ઝડપી લીધા

30 લાખ પાછા આપવા ખાતામાં પૂરતા પૈસા ના હોય છતાં ચેક આપી છેતરપીંડી કરી

ટંકારામાં વિશ્વાસઘાત અને છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ બે આરોપી એક વર્ષથી નાસતા ફરતા હોય જેને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે રાજસ્થાનથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ અને જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ટંકારા પોલીસ મથકમાં ૩૦ લાખ રૂપિયા પાછા આપવા ખાતામાં પૂરતા પૈસા ના હોય છતાં ચેક આપી છેતરપીંડી કરી હોય જે મામલે આરોપી વિજય નરભેરામ જીવાણી અને મહેન્દ્ર નરભેરામ જીવાણી રહે બંને નેસડા તા. ટંકારા વાળા રાજસ્થાનના ભીલવાડા માં હોવાની માહિતી પેરોલ ફર્લો સ્કવોડના સહદેવસિંહ જાડેજા અને જયેશભાઈ વાઘેલાને મળી હતી

જેને પગલે સ્કવોડના હીરાભાઈ ચાવડા, ચંદ્રકાંતભાઈ વામજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલાની ટીમ રાજસ્થાનથી બંને આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

(1:16 am IST)