Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મોરબીની અવની ચોકડીએ પાણીની લાઈન લીકેજ : હજારો લીટર પાણીનો વેડફાટ થયો

અવની ચોકડીએ આખો દિવસ પાણીનો વેડફાટ :ઉમિયા સર્કલ પાસે જ પણ આવી જ સ્થિતિ

 

મોરબી: શહેરમાં ઉભરાતી ગટરની સમસ્યા અનેક વિસ્તારમાં જોવા મળે છે અને પાણીની લાઈન લીકેજથી પાણીના વેડફાટ જોવા મળે છે જેમાં અવની ચોકડીએ આખો દિવસ પાણી વેડફાયા બાદ હવે તંત્ર જાગ્યું છે

મોરબીની અવની ચોકડીએ પાણીની લાઈન લીકેજથી પાણી વેડફાયું હતું અને સોમવારે આખો દિવસ પાણીનો વેડફાટ થયો હતો બાદમાં મંગળવારે તંત્રને શરમ આવતા આખરે રીપેરીંગ માટે પહોંચ્યું હતું તેવી માહિતી પણ સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થઇ છે

તો ઉમિયા સર્કલ પાસે પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં પાણી વેડફાઈ રહ્યું હોય તેવા ફોટો પણ સોશ્યલ મીડિયામાં ફરતા થયા હતા અને ઉમિયા સર્કલ તેમજ અવની ચોકડી વિસ્તારમાં પાણીના વેડફાટ ઉપરાંત ઉભરાતી ગટરની સમસ્યા તો સામાન્ય બની રહી છે

(1:03 am IST)
  • ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં 20 વર્ષની યુવતી ઉપર ગેંગરેપ કરી તેને એકાંત જગ્યાએ ફેંકી દેવામાં આવી હોવાનું પોલીસે જાહેર કર્યું છે. access_time 9:03 pm IST

  • પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં નીરવ મોદી, યુકેની કોર્ટમાં વિડીયો લીંક દ્વારા હાજર થશે. access_time 9:00 pm IST

  • ઓટો મોબાઇલ ક્ષેત્રની મંદી મ્યુનીસીપલ કોર્પોરેશનને નડી ? વાહન વેરામાં ગત વર્ષ કરતા ૧.૭૪ લાખનું ગાબડું: શહેરમાં ૧ એપ્રિલ-ર૦૧૯થી આજ દિન સુધીમાં ૩પ૦૦૦ વાહનો વેચાતા ૯.પ૮ લાખની આવકઃ ગત વર્ષે ૧ એપ્રિલ-ર૦૧૮ થી ૩ ડીસેમ્બર - ર૦૧૮ સુધીમાં ૪૩૦૦૦ વાહનો વેચાતા ૧૧.૩ર લાખની આવક થવા પામી હતી access_time 3:36 pm IST