Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મોરબી હળવદ હાઈવે પર બે સ્થળે અકસ્માત : કારની ઠોકરે બાઈકસવાર યુવાન સહીત બેને ઈજા

 

હળવદના માળિયા હળવદ હાઈવે પર તેમજ મોરબી હળવદ હાઈવે પર બે સ્થળે અકસ્માત સર્જાયા હતા જેમાં કારની ઠોકરે બાઈકસવાર યુવાન સહીત બેને ઈજા પહોંચી હોય જે બંને બનાવો અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે

   હળવદના નવા દેવળિયાના રહેવાસી યુવરાજસિંહ અભેસિંહ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સેન્ટ્રો કાર નં જીજે ૦૬ એએચ ૬૭૯૦ ના ચાલક ધર્મેન્દ્રસિંહ વાઘેલા રહે જેગડવા તા. ધ્રાંગધ્રા વાળાએ ફરિયાદીના મોટરસાયકલ નં જીજે ૩૬ ૩૬૬૮ સાથે અથડાવી બાઈકસવારને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે

  અન્ય અકસ્માતમાં હળવદના ટીકર ગામના રહેવાસી વાસુદેવભાઈ ભુરાભાઈ કોળીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આઈ ૨૦ કાર નં જીજે ૩૬ બી ૮૮૩૦ ના ચાલકે ફરિયાદીના મોટરસાયકલ નં જીજે ૩૬ એન ૩૩૫૪ સાથે અથડાવી ઈજા પહોંચાડી છે હળવદ પોલીસે બંને અકસ્માતના બનાવોની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:58 am IST)
  • ૧૧ ડિસેમ્બરે રીસેટ-ટુ બીઆરવન ઉપગ્રહ છોડવા ઇસરોએ પુરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. access_time 9:02 pm IST

  • હે હેલ્મેટ બાપા.... જયાં હોય ત્યાં સુખ શાંતિથી રહેજો, ફરી પાછા ટપકતા નહિં: સોશ્યલ મીડિયામાં ફરતા મેસેજ access_time 4:17 pm IST

  • પાકિસ્તાનના ગરીબ પરિવારોની દીકરીઓ ચીનમાં દેહ વ્યાપાર કરવા મજબૂરઃ કુલ ૬૨૯ યુવતિઓને ચીનના વતની યુવાનો સાથે પરણાવી દીધાની કમકમાટી ભરી ઘટનાઃ માનવ તસ્કરી અંગે ચાલી રહેલી તપાસમાં રાજકિય અડચણ થતી હોવાનો ઘટસ્ફોટ access_time 8:39 pm IST