Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

86 લાખની ગેરરીતિ બદલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના 5 કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ

કુતિયાણા બ્રાન્ચના પાંચ કર્મચારીઓને ચેક ક્લિયરિંગમાં ગેરરીતિ બદલ કરાયા સસ્પેન્ડ

 

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના 5 કર્મચારીને કરાયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કુતિયાણા બ્રાન્ચના 5 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચેક ક્લિયરિંગમાં 86 લાખની ગેરરીતિ કરવા બદલ કરાયા સસ્પેન્ડ કરાયા છે.

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની કુતિયાણા ખેડૂતને ધિરાણ આપવામાં આવે છે. બેંકના સીટીએસના ચેક આપવામા આવ્યા હતા. કોઈપણના ખાતાના ચેક જે આપવામાં આવ્યા તેના ખાતામાં કેટલું બેલેન્સ છે તો જમા કરવાના થાય અને જો તેના ખાતા બેલેન્સ નથી તો તેને ચેક રિટર્ન કરવાનો હોય છે. પરંતુ કર્મચારી અને બેન્ક મેનેજરની ભૂલ અને ચેક જમા લેવામાં આવ્યા હતા અને બેંકના રૂપિયા ચૂકવી આપવામાં આવ્યા હતા

તો 5 કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા તાત્કાલિક બીજા કર્મચારી નિમણૂંક કરી બ્રાન્ચ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી. સ્થાનિક કુતિયાણા બેંકના ડિરેક્ટર દ્વારા 28 લાખની વસુલાત કરી લેવામાં આવી હતી. હજુ 58 લાખ જેટલી રકમ કર્મચારી પાસેથી વસુલ કરવામાં આવશે. તેમના ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જે બીજા લોકો સામેલ હશે તેની તપાસ કરવામાં આવશે.

(1:06 am IST)