Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અમરેલી દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલમાં શટર તોડી દોઢ લાખના સાઉન્ડ સિસ્ટમની ચોરી

ત્રણ માસ પૂર્વે એસ.બી.આઇ.માંથી કરોડોની ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં પોલીસ માટે નવો પડકાર

અમરેલી, તા. ૪ : અમરેલીમાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે. ર૪ કલાક ટ્રાફીકથી ધમધમતા વિસ્તારોમાં તસ્કરો ચોરી કરી જઇ રહ્યા છે ત્યારે ત્રણ માસ પૂર્વે એસ.બી.આઇ.માંથી બાકોરૂ પાડી તસ્કર ૧.૩પ લાખની ચોરી કરી લઇ ગયાનો ભેદ પોલીસ ઉકેલી શકી નથી ત્યાં મધ્ય સહકારી બેંક સામે આવેલ દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલમાંથી તસ્કરો સાઉન્ડ સીસ્ટમ ઉઠાવી જતા ભયનું વાતાવરણ સર્જાયું છે.

આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલીમાં મધય સહકારી બેંકની સામે આવેલ દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલમાં કોઇ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી પાછળના ભાગે શટરના નકુચા તોડી હોલમાં રાખેલ સાઉન્ડ સીસ્ટમના એમ્પ્લીફાયર, સ્પીકર, મીકસર સહિત ચીજવસ્તુ કુલ રૂ. ૧,૪૯,પ૦૦ના મુદામાલની ચોરી વાહનમાં ભરી લઇ ગયાની ફરીયાદ સીટી પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

(3:31 pm IST)