Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

મોરબીમાં કાનજીભાઇ પ્રજાપતિ પર ખુની હુમલો

પ્લોટની તકરારમાં બેચરભાઇ બ્રાહ્મણે પેટ, છાતી અને હાથમાં છરીના ઘા ઝીંકી દીધા

મોરબી તા.૪: મોરબીમાં પ્લોટની તકરાર બાબતે વૃદ્ધ પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડીના પરશુરામ નગરમાં રહેતા ફરીયાદી કાનજીભાઇ કુવરજીભાઇ બારેજીયા (પ્રજાપતિ, ઉ.વ.૭૦) પર સોઓરડીના વરીયા નગરમાં રહેતા આરોપી બેચરભાઇ જગજીવનભાઇ બ્રાહ્મણને પ્લોટ બાબતે માથાકુટ થતા આરોપીએ ફરીયાદીને ભુંડા બોલી ગાળો દઇ, ઉશ્કેરાઇ જઇને છરી કાઢી ફરીયાદીના પેટની જમણી બાજુએ છાતીની નીચેના ભાગમાં તેમજ હાથના ભાગે છરીના ઘા ઝીંકી દેતા ફરીયાદીને ગંભીર ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હતા. પોલીસે જીવલેણ હુમલો કર્યાનો આરોપી સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

(3:30 pm IST)