Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કચ્છના ગોપાલકોની વહારે જળક્રાંતિ ટ્રસ્ટ : મોંઘા મુલે ગાય - બળદ દતક

રાજકોટ તા. ૪ : કચ્છમાં કારમા દુષ્કાળની અસર વર્તાઇ રહી છે ત્યારે દેશને જળક્રાંતિ, ગીર ગાય ક્રાંતિ, ગાય આધારીત કૃષિ ક્રાંતિ, કાંકરેજ ગોક્રાંતિ અને ગોવેદ આપનાર જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયાએ કચ્છના રબારી ગોપાલકો પાસેથી ગાયો દત્તક લઇ સહયોગી બનવાનો નવતર પ્રયોગ આદર્યો છે.

રૂા.૧૫ થી ૨૦ હજારની કિંમતની ગાયના રૂા.૫૧૦૦૦ એક ગાય લેખે ચુકવી ૨૦ કાંકરેજ ગાયો તથા એક નંદી ખરીદી દત્તક લઇ આદીવાસી ગાયમ ભેખડીયા તા. કવાંટ જિ. છોટા ઉદેપુરના ખેડુતોના આંગણે બંધાવી છે.

ઉલ્લેખનીય છે કે આદીવાસી ગામ ભેખડીયા અને મધ્યપ્રદેશના જામલી ગામમાં જળક્રાંતિ ટ્રસ્ટે ચેકડેમો બંધવા ઉપરાંત ગાય આધારીત કૃષિ તેમજ વ્યસન મુકિતનું અભિયાન આદરી દેશનું 'દિગ્ય ગ્રામ' બનાવવા અભિયાન હાથ ધરેલ છે. આ રાષ્ટ્રીય યોજનામાં સૌકોઇએ જોડાઇને સહયોગી બનવા જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઇ સુવાગીયા (મો.૯૯૭૯૮ ૬૪૫૦૩) એ અનુરોધ કરેલ છે. ભેખડીયાના રતનભગત રાઠવા (મો.૮૧૪૧૩ ૮૬૧૫૭) નો પણ સંપર્ક કરી શકાય છે. તેમ રામકુભાઇ ખાચર (મો.૯૮૨૫૨ ૧૫૦૩૬) ની યાદીમાં જણાવાયુ છે.

(3:18 pm IST)