Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

વાંકાનેર બ્રહ્મસમાજની વાડીમાં સ્નેહમિલન

 વાંકાનેર : બ્રહ્મસમાજની વાડી-રામ ચોક ખાતે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હાજર રહેલા બ્રહ્મ ભાઇઓ-બહેનો સાથે યુવા ભાજપ અને રાજગોર યુવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો સાથે રાજકોટના સાંસદ તથા કેન્દ્રીય મંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, જીતુભાઇ મહેતા, માલધારી આગેવાનો અને વાંકાનેરના યવરાજ કેશરીદેવસિંહ ઝાલા સાથે ભાટી એન. અને પત્રકારોની હાજરીમાં જીતુભાઇ મહેતાએ જણાવેલ કે બ્રાહ્મણો અને ક્ષત્રિયો તો આ કાળ સમગ્ર સમાજને માર્ગદર્શન આપનારી જ્ઞાતિ છે. ત્યારે બ્રાહ્મણ કોઇને છેડતી નથી અને છેડે તેને મુકતો નથી. યુવરાજ કેશરીદેવસિંહે જણાવેલ કે ક્ષત્રિયો સાથે બ્રાહ્મણો સાથે રહીને, લોકોને જયશ્રી રામના સુત્ર સાથે એક તાંતણે બાંધ્યા છે. મોહનભાઇ કુંડારીયાએ આ સ્નેહ મિલનને સરસ મજાના અભિનંદન-શુભેચ્છાઓ પાઠવેલ હતા. આ પ્રસંગે અંજાર પાલિકાના ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઇ ખાંડેકાએ જણાવેલ કે માત્ર પુરૂષો જ ઘર ચલાવી શકતા નથી. સ્ત્રીઓનો પણ ઘર ચલાવવામાં મોટો હિસ્સો રહે છે. ઉદ્બોધન સમયે તેઓએ પોતાના વાલી અને પોતાના પિતાનું આ પ્રસંગે જાહેરમાં ફુલહાર કરી સન્માન કર્યું હતું. સંચાલન અમરશીભાઇ મઢવીએ કરેલ. આભારવિધિ વાંકાનેર નગર પાલિકાના સદસ્ય અને ફોટોગ્રાફર ભાટી એન એ કરી લોકોનો આભાર વ્યકત કર્યો હતો. (૮.૪)

 

(3:17 pm IST)