Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અમરેલી મહાસંમેલન અંતર્ગત મિટીંગ સંપન્ન

 રાજકોટ : અમરેલી ખાતે તા.૨૩ના રોજ મહાસંમેલનનું આયોજન કરેલ છે. તે અંતર્ગત રાજકોટના શ્યામ મંદિર ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની મીટિંગનું આયોજન કરેલ હતું. જેમાં અમરેલી જ્ઞાતિના પ્રમુખ ઉદ્યોગપતિ અને સત્તાધારની જગ્યાના સેવક શ્રીમતી ઉર્વીબેન તથા ભરતભાઈ ટાંક ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસંમેલનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરેલ છે. આ મિટીંગને સફળ બનાવવા શ્યામ મંદિરના પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, ચંદુભાઈ ગરનાર અને વોર્ડ નં.૧૩ના ભાજપ પ્રભારી હાર્દિકભાઈ ટાંકે જહેમત ઉઠાવી હતી. ઉપરાંત અનેક આગેવાનો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. (૨૪.૪)

(12:59 pm IST)