Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

પાલિતાણામાં ઉપધાન તપના તપસ્વીઓનો વરઘોડો અને મોક્ષ માળારોપણ

પાલીતાણા તા.૪ : પાલિતાણામાં જૈન આગમ શાસ્ત્રોમાં આવશ્યક સુત્રોના વિધિપૂર્વક પઠન પાઠન માટે દરેક શ્રાવક શ્રાવિકાઓને ઉપધાન તપ વહન કરવાનો નિર્દેશ કરવામાં આવેલ છે.

શ્રી સિધ્ધ ગિરીરાજના પ્રભાવથી અને નિશ્રાદાતા પ.પૂજય શ્રીમદ વિજય જિનપ્રભ સુરીશ્વરજી મહારાજના શિષ્ય પન્યાસ પ્રખર શ્રી હ્રીંકારપ્રભ વિજયગણિવર્ય આદિઠાણા તથા પૂ.સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં તળેટી રોડ ઉપર આવેલ નંદપ્રભા પ્રસાદ તથા સલોત જગજીવન ફુલચંદ જૈન ધર્મશાળામાં ચાલી રહેલ ઉપધાન તપની પુર્ણાહુતી પ્રસંગે ઉપધાન તપના તપસ્વીઓનો વરઘોડો તા.પને બુધવાર બપોરે ર-૧૫ કલાકે નંદપ્રભા જિનાલયની શરૂ થઇ જાય તળેટી સ્પર્શના કરી માળમંડપમાં ઉતરશે.

આ પ્રસંગની મોક્ષ માળાની બોલી તા.પને બુધવારના વ્યાખ્યાન સમયે બોલાશે. મોક્ષમાળા પરિધાન કારતક વદ ૧૪ ગુરૂવાર તા.૬ ના સવારે ૮-૩૦ કલાકે નંદપ્રભા પરિસરમાં થશે.(૪૫.૫)

(12:56 pm IST)