Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

તળાજા કોંગ્રેસના ધારાસભ્યના ભાજપ આગેવાનો સાથેના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ

ભાવનગર તા. ૪ : તળાજા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીના મતદાન સમયે સાંસદ પતિ ધીરુભાઈ શિયાળ, ભાજપના યાર્ડના પૂર્વ ચેરમેન હરિભાઈ ઇટાળીયા, પૂર્વ શહેર ભાજપ સંગઠન પ્રમુખ એ.બી.મેર અને તળાજા કોંગ્રેસ ના ધારાસભ્ય કનુભાઈ બારીયા અને તેમના કાર્યકર્તા બધાજ એક સ્થળે એકઠા થઇ જતાં ફોટો શેશન ગોઠવાયુ હતું. આ ફોટો શેશન નો અર્થ પક્ષા પક્ષી થી પરરહી મિત્રતા ભાવ હોઈ શકે.

પરંતુ જે સમયે કોંગ્રેસના ધારાસભ્ય જયારે ભાજપના આગેવનો સાથે ફોટો શેશન કરતા હતા એવા સમયે રાજય ના વિવિધ નગરોમાં કોંગ્રેસ આગેવાનોઙ્ગ કાર્યકરો ભાજપ સરકાર વિરુદ્ઘ લોકરક્ષક દળની પરીક્ષાના મામલે પસ્તાળ પાડી રહ્યા હતા. દેખાવો યોજી રહ્યા હતા.

ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓ જયારે એક બીજા પર શબ્દોના પ્રહારો કરી રહ્યા હતા તેજ સમયે તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય તળાજામાં સરકાર વિરોધી કાર્યક્રમ આપવાના બદલે ભાજપ આગેવાનો સાથે ફોટો શેસન કરતા હોય બુદ્ઘિપૂર્વક એ ફોટા અને વિડિઓ ભાજપના જઙ્ગ કાર્યકર્તાઓએ સોશ્યલ મીડીયમ વહેતા કરી દેતા.ચકચાર જાગી હતી.

આ વાતના કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો માં આવનાર દિવસોમાંઙ્ગ ઘેરા પડઘા પડે તેવી શકયતા જોવાઇ રહી છે. તો ફોટા વાયરલ કરનાર રાજકીય દાવ લેવા ઇચ્છતા હતા કે ટાળાજાના વિકાસ માટે અમે પક્ષાપક્ષીથી દૂર છીએ તેવોઙ્ગ સંદેશ ફેલાવવા માંગતા હતા તેવા પ્રશ્નાર્થને લઈ ચકચાર જાગી છે.

(12:08 pm IST)