Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કચ્છમાં સરકારી કર્મચારી 50 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો પીએચસી લેબ ટેસ્ટ મફત છતાં કર્મચારીએ લાંચ માંગી હતી

ભુજ :એસીબીના ભુજ વિભાગે એક સરકારી કર્મચારીને પચાસ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. મળતી વિગત મુજબ ભુજ  એ.સી.બી.ટીમને ખાનગી રાહે અબ્તમી મળી હતી કે કચ્છમાં ખાવડામાં આવેલા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી) ખાતેની લેબોરેટરીમાં પેથોલોજી ટેસ્‍ટ લોકો માટે મફત હોય હોય છે આ ટેસ્ટ કરાવવાની અવેજીમાં ફરજ પરનાં પેથોલોજી લેબોરેટરીના કર્મચારી દર્દીઓ પાસેથી લાંચ લે છે.

  આ મામલે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા એક લાંચનુ છટકુ ગોઠવવામાં આવ્યું હતું. આ લાંચનાં છટકાનું આયોજન કરતા આ કામનાં આક્ષેપિતે (લેબ ટેકનીશીયન મહોંમંદ રીયાઝ) લોહી ચકાસણી (મેલેરીયા ટેસ્ટ) કરી આપવાની અવેજી માં આ કામનાં ફરિયાદી પાસેથી રૂપિયા 50ની લાંચની માંગણી કરી સ્‍વીકારી પકડાઈ ગયો હતો

(12:44 am IST)