Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

૯ નવેમ્બર ર૦૧૮ના જુનાગઢ મુકિત દિને રોપવે સુવિધાનું ઉદ્દઘાટન કરાશેઃ નરેન્દ્રભાઇ

જુનાગઢ તા.૪ : વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જુનાગઢ જાહેરસભા સંબોધી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે, પર્યાવરણના નામે કેન્દ્ર સરકારે આડોડાઇ કરીને જુનાગઢનો ગિરનાર રોપ-વે પ્રોજેકટ અટકાવ્યો હતો. જે ભાજપ સરકારે શાસનધરા સંભાળતાની સાથે જ મંજુર કરીને રોપ-વે પ્રોજેકટ કામગીરી વેગવંતી કરી છે અને ર૦૧૮ નવેમ્બર મહિનામાં જુનાગઢ મુકિત દિને રોપ-વેનું ઉદ્દઘાટન પણ કરી દેવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે ગુજરાતને ખેદાન-મેદાન કરવામાં કઇ બાકી રાખ્યુ નથી અને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે કલ્પના પણકરી હોય તેવી પરાજયરૂપી હાર મળશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે સરદાર વલ્લભભાઇ પટેલનું નામ આવે એટલે કોંગ્રેસને કોઇને કોઇ રીતે વાકુ પડે છે અને ગુજરાતને અપમાનિત કરવામાંં કોંગ્રેસ બાકી રાખતી નથી. ગુજરાતના સિંહને કેન્દ્રની ભાજપ સરકારે વિશ્વમાં ઓળખ અપાવી છે અને સોમનાથ મહાદેવના મંદિરના પ્રોજેકટને પણ વધુ વેગવંતો કર્યો છે.

આ તકે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયા, ભાજપના ઉમેદવારો હરીભાઇ પટેલ, મહેન્દ્રભાઇ મશરૂ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(5:58 pm IST)