Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

પોરબંદરમાં સરકાર દ્વારા મગફળી ખરીદીમાં ભેદભાવ સામે રોષઃ યુવા કિસાન સંઘના ૧૦ હજાર કાર્યકરોનું કોંગ્રેસને સમર્થન

પોરબંદર તા.૪ : સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભેદભાવની નીતિ અપનાવી રહી હોય તે સામે ખેડુતોમાં રોષ વ્યાપી ગયાનું પોરબંદર બેઠક કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવેલ છે. તેઓએ જણાવેલ કે ભારતીય યુવા કિસાન સંઘના ૧૦ હજાર કાર્યકરોએ ખેડુતોના પ્રશ્નને લઇ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યુ છે.

કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે કે સરકાર તેના મળતીયા દ્વારા મગફળી ખરીદ કરી રહી છે જે સામે ખેડુતોમાં રોષ છે. અગાઉ અનેક વખત રજુઆતો છતાં ધ્યાન અપાતુ નથી.

(2:22 pm IST)