Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

રાજુલાના વિકટર પાસે બાઇકને ડમ્પરે હડફેટે લેતા ૧ મોતઃ ૧ ગંભીર

અમરેલી તા.૪: રાજુલાના વીકટર ગામે આવેલ પેટ્રોલ પંપ પાસે બની રહેલા હાઇવેના માટી સપ્લાઇ કરતુ ડમ્પર જી.જે.૧૬ એકસ ૮૭૦૪ પુર ઝડપે માટી લેવા જઇ રહ્યુ હતુ ત્યારે સામેથી આવી રહેલ બાઇક જી.જે.૪ બી.ડી. ૨૬૦૯ને અડફેટે લેતા બાઇક સવાર ભગાભાઇ નાથાભાઇ ગમારા ઉ.વ.૬૦નુ ઘટના સ્થળે મોત નિપજેલ જયારે બાઇક પાછળ બેઠેલ મેપાભાઇ રામભાઇ ગમારા ઉ.વ.૩૫ રે દેવળીયા તા.મહુવાને પગના ભાગે ગંભીર ઇજા થતા મહુવા દવાખાને ખસેડવામાં આવેલ આ બનાવની જાણ થતા વિકટરના આગેવાનો યોગેશભાઇ વોરા, કાળુભાઇ ઉન્નડજામ, પ્રકાશભાઇ વેગડ રીઝવાનભાઇ ગાહા સહિત ઘટના સ્થળે મદદ માટે દોડી ગયા હતા. ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છુટતા મરીન પોલીસ પીપાવાવ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બાબરામા ચોરાઉ ઓટો રીક્ષા સાથે એક ઝડપાયો

અમરેલી, પોલીસ અધિક્ષક જગદીશ પટેલની સુચનાથી ડીવાયએસપી શ્રી મોણપરા તથા સીપીઆઇ વી.આર.ચૌધરીના માર્ગદર્શન નીચે પીએસઆઇ એસ.આર.વરૂ તથા એએસઆઇ ટી.એમ.ગોંડલીયા, હે.કોન્સ.જે.આર.હેરમા તથા પો.કોન્સ. જયદીપસિહ જાલા અને સ્ટાફે કોટડાપીઠા ઓપીના પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાજકોટ, ભાવનગર હાઇવે ઉપર એક ઓટોરીક્ષા નં.જી.જે.૧ ડીબી ૬૭૪૪ રસ્તામાં બંધ હાલતમાં પડેલ હોય તે શંકાસ્પદ જણાતા રીક્ષાચાલક પાસે જઇ તેનુ નામઠામ પુછતા પોતે મહેશ જીવા પંચાલ રે.અમદાવાદ ખોડીયારનગર વાળો હોવાનું જણાવેલું અને ઓટોરીક્ષાની માલીકી અંગે પુછતા સંતોષકારક જવાબ ન આપતા સીઆરપીસી ૪૧ (૧) ડી મુજબ અટક કરેલ છે દમાં આરોપીની પુછપરછ કરતા પોતે અમદાવાદ નારણપુરા વિસ્તારમાંથી રીક્ષા ચોરી કરેલ હોવાનું જણાવેલ હતુ તેથી નારણપુરા પોલીસનો સંપર્ક કરતા ગુના રજી.નં.૧૨૫/૨૦૧૭માં ઇપીકો ૩૭૯ મુજબના કામે આરોપીને પકડવાનો તથા મુદામાલ કબ્જે કરવાનો બાકી હોય નારણપુરા પોલીસ મથકના એએસઆઇએ બાબરા પોલીસમાં આવી આરોપી તથા મુદામાલ સંભાળી લીધેલ છે આ આરોપી અગાઉ પણ અમદાવાદમાં બાઇક ચોરીના ગુના પકડાયેલ છે અમદાવાદના વસ્ત્રાપુરમાં પાસાના વોરંટના કામે પણ પકડવાનો બાકી છે આરોપી તથા મુદામાલ નારણપુરા પોલીસને સોપી આપેલ છે તેમ બાબરા પોલીસે જણાવેલ છે.

સાવરકુંડલામાં પરણીતા સાથે આડા સંબંધ રાખી રબારી શખ્સ ભગાડી ગયો

સાવરકુંડલામાં ભુપતભાઇ મગનભાઇ મકવાણા અુજાતીની પત્ની ચંદુ સાથે સંજય ઉર્ફે ધુધો મામૈયાભાઇ ઢગલ રબારી આડા સંબંધ રાખી ભુપત પોતાની પત્ની સાથે સુરત હીરા ઘસવા માટે ગયેલ ત્યા પણ ચંદુ સાથે આડા સંબંધ રાખતુ હયો ત્યાથી સાવરકુંડલા આવતા તારીખ ૨૯/૧૧ના સંજય ભુપતભાઇને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી બીજા અજાણ્યા શખ્સે મોબાઇલ ઉપર ધમકત આપી ચંદુબેનને ભગાડી ગયાની તેમજ ભુપતભાઇને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કર્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એકટ્રોસીટી એકટ સહિતની જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધી આ બનાવની તપાસ ના.પો.અધી.શ્રી આર.એલ.માવાણી ચલાવી રહ્યા છે.

અમરેલીમાં બાઇક ચોરાયું

અમરેલીના ચક્કરઢ રોડ ઉપર આવેલ ધાનાણીની વાડી પાસે માધવ પાર્ક સોસાયટીમાં રહેતા સંકેતભાઇ મુકેશભાઇ ધાનાણીનું હિરો હોન્ડા સપ્લેન્ડર નં.જી.જે.૧૪ એએલ. ૧૧૫૮ કિ.૪૦ હજાર વાળુ ગત તા.૨૪/૯ના રોજથી ૨૫/૯ દરમીયાન અમારા ઘરનાં ફળીયામાંથી કોઇ હરામખોર ચોરી કરી લઇ ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસ મથકે નોંધાવેલ છે.

સરંભડામાં રસ્તા પર ચાલવા પ્રશ્ને બઘડાટી

અમરેલી તાલુકાના સરંભડા ગામનાં શરદભાઇ મગનભાઇ કાછડીયા ઉ.વ.૩૬નામનો યુવાન સરંભડાથી ટીંબલા જવાના રસ્તે કરીયાણાની દુકાન પાસે ઉભેલ હોય તે જ ગામના રમેશભાઇ ધોબી સહિત પાંચ શખ્સો રસ્તામાં ચાલવા મુદ્દે શરદભાઇ ઢીકાપાટાનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસે સ્ટેશનમાં નોંધાવી છે.

જાંજરીયામાં ૩ શખ્સોએ યુવાન પર કુહાડી ઝીંકી

બગસરાનાં જુના જાંજરીયા ગામે રહેતા કરશનભાઇ રતનાભાઇ મકવાણા ને તેજ ગામા રમેશ બીજલ મકવાણા સહિત ત્રણ શખ્સોએ સ્કુટર ધીમુ ચલાવવાનું કહેતા તે સારૂ ન લાગતા કુહાડી તથા લોંખડની ટી વડે મારમારી ઇજા પહોંચાડી ગાળો આપયાની ફરિયાદ બગસરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

(2:19 pm IST)