Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સાવરકુંડલામાં ઇદની ઉજવણીઃ ઝુલુસમાં મુસ્લિમ બિરાદરો જોડાયા

સાવરકુંડલાઃ ઇસ્લામ ધર્મના સ્થાપક અને કોમી એકતાના સંદેશ વાહક હઝરત મહંમદ પયગમ્બર સાહેબના જન્મદિવસ નિમિતે સાવરકુંડલા ખાતે ઇદે મિલાદુન્નબી નિમિતે અત્રેની જુમ્મા મસ્જીદ પાસેથી પીર સૈયદ અલ્હાજદાદાબાપુ કાદરીની દુઆ અને તેમની  રાહબરી નીચે એક શાનદાર જુલુસ નિકળેલ હતુ આ વિશાળ જુલુસ સંધી ચોક આબલી શેરી ગાંધી ચોક મણીભાઇ ચોક નાવલી નંદી જુના બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન ખાટકી વાક ગોદરા  પઠાણ ફળી ખરીદવેચાણ સંઘ મંદીના મસ્જીદ વિગેરે શહેરના હાર્દ સમા વિસ્તારમાં ફરી લીમડી ચોકના વિશાળ પટાગણમાં ધાર્મિક તકરીરના રૂપમાં ફેરવાઇ ગયેલ હતા આત્રણ કીલો મીટર લાંબા ઝુલુસનુ ઠેર ઠેર લોકોએ ખાણી-પીણીની અવનવી આટમાંથી સ્વાગત કરવામાં આવેલ હતુ આ ઝુલુસમાં પીર સૈયદ દાદાબાપુ પીર સૈયદ મુનીરબાપુ પીરસૈયદ અબ્દુલકાદર બાપુ પીર સૈયદ ઇકબાલ બાપુ પીર સૈયદ હસનપીર બાપુ અલી બાપુ શરાફતબાપુ વિગેરે સાદાને કિરામ ઉલ્માએ કિરામ હાજી સાહેબો વિવિધ મુસ્લીમ સમાજના પ્રમુખો આગેવાનો તેમજ અબાલવૃધ્ધ સૌ કોઇ મોટી સંખ્યામાં લોકો ઝુલુસમાં જોડાયા હતા. આજુલુસમાં અમરેલી જિલ્લાના તમામ શહેરોમાંથી લોકો જોડાયેલ હતા. (તસ્વીરઃ અહેવાલઃ ઇકબાલ ગોરી સાવરકુંડલા)

(2:17 pm IST)