Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ભાણવડ, મીઠાપુર, કલ્યાણપુર વિસ્તારમાં દારૂના ૮ દરોડા

ખંભાળીયા તા. ૪ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદના એલ. સી. બી. ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ. એચ. સારડાને સુચના કરેલ પો. સ. ઇ. શ્રી કડછા એ બે દિવસમાં કલ્યાણપુર, મીઠાપુર, અને ભાણવડ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ નીચેની વિગતેના કેસો કરી દેશી દારૂ બનાવતા ઇસમોમાં ફફળાટ ફેલાવી દીધેલ.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા વિસ્તારમાં ધનબાઇબેન ગોપાલભાઇ કારીયાને ત્યાં રેઇડ કરી દેશી દારૂ લી. રર કિ. ૪૪૦ ના મુદામાલ પકડી પાડેલ.

કલ્યાણપુર તાલુકાના રાણ ગામે હરદાન ઉર્ફે હરીશ શાખા ગઢવીને ત્યાં રેઇડ કરી દેશી દારૂ બનાવવાનો આથો લી. ૬૦ કિ. રૂ. ૧ર૦ તથા દેશી દારૂ લી. ૧પ કિ. રૂ. ૩૦૦ એક હોન્ડા સાઇન અને મોબાઇલ મળી કુલ ૧૪,૪ર૦ મુદામાલ સાથે આરોપીને પકડી પાડેલ.

મીઠાપુરના રાંગાસર ગામે માનસંગભા રાજાભા સુભણીયાને ત્યાં રેઇડ કરી દેશી દારૂ બનાવવાનો આથો લી. રરપ કિ. રૂ. ૪પ૦ તથા દેશી દારૂ લી. ર૦ કિ. રૂ. ૪૦૦ મળી કુલ ૮પ૦ મુદામાલ પકડી પાડેલ.

ભાણવડ તાલુકાના ધામણી નેશથી આગળ ડુંગરની જરમાં બાવળની જારીમાં જીવણ ગલા મોરી રહે. ધામણીનેશ વાળાનો ભઠ્ઠીથી દેશી દારૂના બેરલ નંગ ૩ લી. ૬૦૦ કિ. રૂ. ૧ર,૦૦૦ અને દેશી દારૂ બનાવવાના આથાના  બેરલ નંગ૧૮  લી. ૩૬૦૦ કિ. રૂ. ૭,ર૦૦ મળી કુલ રૂ. ૧૯,ર૦૦ ના મુદામાલ સાથે કવોલેટી કેસ શોધી કાઢેલ.

ભાણવડ તાલુકાના ધામણી નેશથી ડુંગરની જરમાં ઉપરોકત જગ્યાથી આગળ પીરા ગલા મોરી રહે. ધામણીનેશ વાળાનો ભઠ્ઠીથી દેશી દારૂ બનાવવાનો આથો બેરલ નંગ ૧૧ લી. રર૦૦ કિ. રૂ. ૪,૪૦૦ નો મુદામાલ પકડી પાડેલ.

ભાણવડ તાલુકાના ધામણી નેશથી ડુંગરની જરમાં ઉપરોકત જગ્યાથી આગળ ટપુ ભુરા મોરી રહે. ધામણીનેશ વાળાનો ભઠ્ઠીથી દેશી દારૂ બનાવવાનો આથો બેરલ નંગ ૮ લી. ૧૬૦૦ કિ.રૂ. ૩,ર૦૦ નો મુદામાલ  પકડી પાડેલ.

ભાણવડ તાલુકાના ધામણી નેશ ખોડીયાળ મંદિરની બાજૂમાં ડુંગરમાં બાવળની જાળીમાં માંડા જેશા ગુરગટીયા-રહે. ધામણીનેશન વાળાનો ભઠ્ઠીથી દેશી દારૂ બનાવવાનો આથો બેરલ નંગ ૪ લી. ૮૦૦ કિ. રૂ. ૧,૬૦૦ નો મુદામાલ પકડી પાડેલ.

ભાણવડ તાલુકાના ધામણી નેશથી પૂર્વબાજૂએ ડુંગરમાં બાવળની જાળીમાં ઉપરોકત આરોપી માંડા જેશા ગુરગટીયા, રહે. ધામણીનેશ વાળાના બીજા ભઠ્ઠીથી દેશી દારૂ બનાવવાનો આથો બેરલ નંગ ર લી. ૪૦૦ કિ. રૂ. ૮૦૦ નો મુદામાલ પકડી પાડેલ.

ઉપરોકત અલગ અલગ જગ્યાથી કુલ દેશી દારૂ લી. ૬પ૭ કિ. રૂ. ૧૩,૧૪૦ તથા કુલ આથો લી. ૮૮૮પ કિ. રૂ. ૧૭,૭૭૦ તથા અન્ય મુદામાલ ૧૪,૦૦૦ મળી કુલ રૂ. ૪૪,૯૧૦ નો મુદામાલ શોધી કાઢી કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કાર્યવાહી એએસઆઇ હબીબભાઇ મલેક, મહેશભાઇ સવાણી, અરવિંદભાઇ નકુમ એચ.સી. મસરીભાઇ આહીર, અશોકભાઇ સવાણી, અરજણભાઇ મારૂ, ભરતભાઇ ચાવડા, પી. સી. કુલદિપસિંહ જાડેજા તથા ડ્રા. એચ. સી. ધર્મેન્દ્રસિંહ ચુડાસમા પી. સી. હસમુખભાઇ કટારા દ્વારા કરવામાં આવેલ.

(2:16 pm IST)