Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સુરેન્દ્રનગર જિલ્લામાં પેરામીલ્ટ્રીની ૧૧ ટુકડીઓ ઉતારી ફલેગ માર્ચ

વઢવાણ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ડિવિઝનના લીંબડી, પાણશીણા, સાયલા, ચુડા, ચોટીલા, થાનગઢ, બામણબોર પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારો માટે પેરા મિલિટરી ફોર્સને અત્યારથી જ ઉતારી એરિયા ડોમીનેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. જે તસ્વીરમાં દર્શાય છે. આ માટે જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા લીંબડી ડિવિઝનના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે પેરા મિલિટરી ફોર્સની ૨ કંપની, પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે પેરા મિલિટરી ફોર્સની ૧ કંપની, ચુડા પોલીસ સ્ટેશન ખાતે પેરા મિલિટરી ફોર્સની ૧ કંપની, સાયલા પોલીસ સ્ટેશન ખાતે પેરા મિલિટરી ફોર્સની ૨ કંપની, ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પેરા મિલિટરી ફોર્સની ૨ કંપની, બામણબોર પોલીસ સ્ટેશન ખાતે પેરા મિલિટરી ફોર્સની ૨ કંપની તથા થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે પેરા મિલિટરી ફોર્સની ૧ કંપની મળી માત્ર લીંબડી ડિવિઝન વિસ્તારમાં કુલ ૧૧ પેરા મિલિટરી ફોર્સની કંપનીઓ ઉતારી દેવામાં આવેલ છે. લીંબડી ડિવિઝન ખાતે મોકલાવમા આવેલ સીઆરપીએફની તમામ ૧૧ કંપનીઓ દ્વારા લીંબડી ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસની સાથે રહી, સમગ્ર વિસ્તારમાં રોજે રોજ ફલેગ માર્ચ કરી, વિસ્તાર ની જાણકારી મેળવવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પેરા મિલિટરી ફોર્સ ની તમામ કંપનીઓને સતત વિધાનસભા ચૂંટણી સુધી કાયદો વ્યવસ્થાની પરીસ્થિતિ માટે રાખવામા આવનાર છે.

(2:08 pm IST)