Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ખંભાળીયા વિધાનસભા બેઠક ઉપર નીરસ વાતાવરણથી ભારે ચર્ચા

ખંભાળીયા, તા., ૪: સમગ્ર ગુજરાતમાં ભારે ખેંચતાણ સાથે ઉમેદવારો ચુંટણી પ્રચારમાં નીકળી પડયા છે અને દિગ્ગ્જ નેતાઓની સભાઓ રેલીઓ, કાર્યાલય ઉઘાટનો અનેક રીતના કાર્યક્રમો થાય છે ત્યારે દેવભુમીના ખંભાળીયા વિધાનસભા વિસ્તારમાં સાવ નીરસતા જોવા મળે છે.

બન્ને પક્ષ ભાજપ કોંગ્રેસના કાર્યાલયો પર ભીડ પણ હજુ થતી નથી તો ખંભાળીયામાં વિધિસરના મધ્યસ્થ કાર્યાલયો પણ બન્ને પ્રતિસ્પર્ધી પક્ષોએ સભા જેવા કાર્યક્રમો યોજીને કર્યા નથી કે નથી કોઇ દિગ્ગજ મહાનુભાવોની સભા યોજાઇ કે કોઇ મોટા નેતા આવ્યા!!

એમ મનાઇ રહયું છે કે કાળુભાઇ બે-બે વખત તો ધારાસભા જીતી ગયા છે તથા આ વખતે પણ જીતી જવાના કેમ કે મોટા તમામ નેતાઓ દોડે છે!! તો કોંગ્રેસના વિક્રમભાઇ તો ૧૦ તાલુકાના વિસ્તારમાં સાંસદ તરીકે બે-બે વખત જીતેલા હોય તો બે તાલુકાની ધારાસભા શું વિસાતમાં? એમ બન્ને પક્ષ પોતાની જીતની મસ્તીમાં છે!!

અપક્ષો તથા અન્યપક્ષોના ૧૮ ઉમેદવારો મેદાનમાં છે જેમાં એનસીપી આમ આદમી તથા અન્ય પક્ષો શિવસેનાનો સમાવેશ થાય છે તેમાં કોઇ મજબુત નેતાના લડતા હોય અહી ત્રિપાંખીયો જંગ નથી મુખ્ય હાઇટ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ હોય બન્ને પક્ષોનું જોરથી વાતાવરણ કંઇક નવીન કરે તો નવાઇ નહી.

(12:39 pm IST)