Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ધોરાજીઃ પીજીવીસીએલના પૂર્વ કર્મચારીઓમાં પેન્શન પ્રશ્ને રોષ

ધોરાજી, તા. ૪ :. પેન્શન વધારાનો પ્રશ્ન ન ઉકેલાતા રાજકોટ પી.જી.વી.સી.એલ. (જી.ઈ.બી.)ના નિવૃત સંગઠન દ્વારા સરકારના વિરૂદ્ધમાં મતદાન કરવાની ચિમકી રાજ્ય સરકારને  લેખીતમાં  આપવામાં આવી છે.

નિવૃત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવા માટે ત્રણ જજોની બેન્ચ દ્વારા હુકમ કરાયો હતો. જેમાં ૬૫૦૦, ૭૫૦૦ અને ૭૦૦૦ એમ વધારો કરી એનો અમલ ૧૯૯૫થી કરવા કહેવાયુ હતુ. જો કે તેનો અમલ કરાયો નથી. સરકારે અન્ય ક્ષેત્રોમાં પેન્શન વધારાની સવલતો આપી છે, પરંતુ પીજીવીસીએલ (જીઈબી)ના નિવૃત કર્મચારીઓને તેનો લાભ અપાયો નથી. આથી સરકારના અન્યાયકારી વલણ સામે ચૂંટણીમાં પી.જી.વી.સી.એલ. (જી.ઈ.બી.)ના પૂર્વ કર્મીઓ તેમના પરિવારજનો સહીત સરકારની વિરોધમાં મતદાન કરી રોષ ઠાલવશે.

(12:36 pm IST)