Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કોડીનારના મહિલા કર્મચારીઓને તાલાલા ફરજ સોંપાતા ભારે રોષ

કોડીનાર તા.૪: કોડીનાર વિધાનસભા વિસ્‍તારની મહિલા કર્મચારીઓને નિતિ નિયમ નેવે મુકીને તાલાલા વિધાનસભા વિસ્‍તારમાં ચુંટણી કામગીરી સોપવામાં આવતા મહિલા કર્મચારીઓમાં ભારે રોષ સાથે વિરોધ ઉઠયો છે. કોડીનાર દક્ષિણામૂર્તિ સ્‍કુલ ખાતે કોડીનાર વિસ્‍તારની ૧૦૦ જેટલી મહિલા કર્મચારીઓની વિસ્‍તારની ૧૦૦ જેટલી મહિલા કર્મચારીઓની ચુંટણી અંગે બેઠક યોજવામાં આવી હતી જેમાં તાલાલા વિસ્‍તારના ચુટણી અધીકારીઓની હાજરીમાં માર્ગદર્શન પુરૂ પાડવામાં આવનાર હતુ પરંતુ જવાબદાર અધિકારીને બદલે અન્‍ય બે કર્મચારી અને કોડીનાર મામલતદારની હાજરીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ દરમ્‍યાન ઉપસ્‍થિત કોડીનાર વિસ્‍તારની ૧૦૦ જેટલી મહિલા કર્મચારીઓને તાલાલા વિધાન સભા ચુંટણી કામગીરી સોપવાનુ નક્કિ થતા આ તમામ બહેનોમાં રોષ ફેલાયો હતો જેથી રોસે ભરાયેલી આ મહિલા કર્મચારીઓએ જવાબદાર હાજર રહેલા કર્મચારીઓને એક લેખીત માંગણી કરતો પત્ર આપ્‍યો હતો કે તેઓ નિયમ મુજબ ૧૦ કિમી વિસ્‍તારમાં ચુંટણી કામગીરી સોપવામાં આવે અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનારથી તાલાલા વિસ્‍તારમાં જવા માટે પુરતી સગવડ નથી તાલાલાના અંતરીયાળ વિસ્‍તારમાં સમય સટ પહોંચી જ શકાય અને આ મહિલા કર્મીઓ રાત્રીના સમયે જવુ પડે ત્‍યારે તેમની સલામતી સહિત ઘણા પ્રશ્નો ઉપસ્‍થિત થઇ શકે છે ત્‍યારે આ કોડીનાર વિસ્‍તારની તમામ મહિલાઓની માંગણી છે કે તેઓને કોડીનાર વિધાનસભા વિસ્‍તારની કામગીરી સોંપવામાં આવે.

 આર.ઓ. શિતલબેન આ બહેનોની ડયુટી ૯૧ વિધાનસભા બેઠકમાં છે અને એ વિશે મારી પાસે માહિતી નથી તેવુ જણાવેલ.

તાલાળા આર.ઓ. ભાવનાબેને કહેલ કે, કોડીનાર વિસ્‍તારમાં સ્‍ટાફ ડેટા એન્‍ટ્રી થયેલ છે તેમાં જેન્‍ટસ કરતા લેડીઝ સ્‍ટાફ વધુ છે. જયારે તાલાળા વિસ્‍તારમાં લેડીઝ ઓછા છે. વધુમાં કે ચૂંટણી ફરજના ઓર્ડરો કલેકટરોની સહીથી જ ઇસ્‍યુ થયા હોય તેમ છતાં બહેનોનો પ્રશ્ન હોય માટે ગંભીરતાથી સમજી અને બહેનોને કેમ સરળતાથી ચૂંટણી ફરજ અદા કરી શકે. તેમ કનેકટીવીટી અને કનવિનયન્‍સી જોઇ અને પોઝીટીવલી સકારાત્‍મક રસ્‍તો કાઢીશું.

 

(12:36 pm IST)