Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

દેવભુમિ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ અને પેરા મીલીટરી ફોર્સનું ફલેગ માર્ચ

ખંભાળીયા તા.૪ : દેવભુમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ દ્વારા ખંભાળિયા તથા દ્વારકા વિસ્તારમાં નવમી ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં ખંભાળીયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકાના ગામોમાં સ્થાનિક પોલીસને સાથે રાખીને પેરા મીલીટરી ફોર્સના જવાનો દ્વારા હથિયારો સાથે ફલેગ માર્ચ કરીને સુરક્ષાનું વાતાવરણ ઉભુ કરાયુ હતુ.

ઉલ્લેખનીય છે કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં ૮૦૦ જેટલા પેરા મીલીટરીના હથિયાર બંધ જવાનો મુકવામાં આવ્યા છે જે મતદાન મથકો તથા બુથો પર ફરજ બજાવશે તથા સંવેદનશીલ ગામો અને બુથો પર પણ કાર્ય કરશે. રોજ એક-એક ગામમાં આ રીતે વિશિષ્ટ રીતે ફલેગ માર્ચ કરાઇ રહ્યુ છે.

(12:34 pm IST)