Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ભાણવડના શીવા ગામે એઇડ્સ દિનની ઉજવણી

 ભાણવડ : તાલુકાના શીવા ગામની પ્રાથમિક શાળામાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિતે જીસીઇઆરટી ગાંધીનગર તથા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરના માર્ગદર્શન હેઠળ શિવા પ્રાથમિક શાળામાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ચર્ચાસભા, ફિલ્મ નિદર્શન, માનવસાંકળ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એઇડ્સ અંગે સમાજનાં જાગૃતિ આવે તે માટે શાળાના આચાર્ય વિમલભાઇ નકુમે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના બાળકો, શિક્ષકો, એસએમસીના સભ્યો તેમજ ગ્રામજનોએ ભાગ લીધો હતો. એઇડ્સ જાગૃતિ રીબીન વિદ્યાર્થીઓએ બનાવી તે તસ્વીર.

(12:18 pm IST)