Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સાવરકુંડલા વિધાનસભામાં જીલ્લા- તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીતનું પુનરાવર્તન કરવા નિર્ધાર

સાવરકુંડલા તા. ૪ :.. તાલુકાના નેસડી ખાતે સાવરકુંડલા - લીલીયા મત વિસ્તારનાં કોંગ્રેસનાં  યુવાન અને ઉત્સાહી ઉમેદવાર પ્રતાપ દૂધાનનાં સમર્થનમાં જાહેર સભાનું આયોજન થયું હતું. આ જાહેર સભામાં ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

જેને જીલ્લા પંચાયતના સદસ્ય હાર્દિક કાનાણી, તા. પં.ના આગેવાન મનુભાઇ ડાવરા, અશ્વિનભાઇ સાવલીયા યાર્ડના ચેરમેન અને તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ બાબુભાઇ પાટીદાર, હરિભાઇ મહિડાએ સંબોધન કરી કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દૂધાનને જીત અપાવવા અપીલ કરી હતી.  જેને ગ્રામજનોએ વધારવી લઇ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની જાહેરમાં ખાત્રી આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે યોજાઇ ગયેલી તાલુકા - પંચાયત અને જીલ્લા પંચાયત ની ચૂંટણીમાં આ બેઠક ઉપરથી કોંગ્રેસનાં ઉમેદવારો મોટી લીડથી જીતી ગયા હતાં.

જેનું પુનરાર્વન કરવા ગ્રામજનોએ ખાત્રી આપી હતી.

(12:12 pm IST)