Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

વંથલીના સોનરડી ગામે રહેણાક મકાનમાં તસ્‍કરો ત્રાટકયાઃ ૧.૪૦ લાખના મુદામાલની ચોરી

જુનાગઢ તા.૪: વંથલી તાલુકાના સોનરડીગામે તા. ૧/૧૨ થી ૨/૧૨ દરમ્‍યાન બંધમકાનમાં તસ્‍કરો ત્રાટકી રૂ.૧.૪૦ લાખની ચોરી કરી અજાણ્‍યા તસ્‍કરો નાસી ગયા હોવાની પોલીસ ફરીયાદ વંથલી પો સ્‍ટેમાં નોંધાઇ છે સોનારડીના કાસમ ઇસ્‍માઇલ પલેજા બે દિવસ બહારગામ પારિવાર સાથે ગયા હતા દરમ્‍યાન મકાનના દરવાજાના નકુચા તોડી કબાટમાંથી ૮૦ હજાર રોકડ અને સોનાના પાટલા વીટી ચેઇન મળી રૂ.૬૦ કુલ રૂ.૧.૪૦ લાખના મુદામાલ ચોરી થઇ હોવાનુ પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે વિશેષ તપાસ માણાવદર પીએસઆઇ જાડેજા એ હાથ ધરી છે

 

(11:35 am IST)