Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

લાઠી-બાબરામાં ‘આપ'ના માંજરીયાએ કાઠુ કાઢયું

નિવૃત મામલતદાર ઘરના પૈસે વિકાસ કાર્યો કરનાર એમ.ડી.ને મતદારોનો આવકાર : તમામ સમાજના લોકો દ્વારા અભૂતપૂર્વ સમર્થન મળતા ત્રિપાંખીયો જંગ જામશે

લાઠી-બાબરા-દામનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર એમ.ડી. માંજરીયાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રથમ તસ્‍વીરમાં લઘુમતી અગ્રણીઓએ એમ.ડી. માંજરીયાને ટેકો જાહેર કર્યો તે પ્રથમ તસ્‍વીરમાં નજરે પડે છે. બીજી તસ્‍વીર આપના તરવરીયા, સેવાભાવી નિષ્‍ઠાવાન ઉમેદવાર એમ.ડી. માંજરીયા નજરે પડે છે. અંતિમ તસ્‍વીરમાં આમ આદમી પાર્ટી નાના માણસોની પાર્ટી છે તે સાર્થક કરતી તસ્‍વીરમાં ક્ષોર કર્મના ધંધાર્થી માલવીયા પીપડીયાના બટુકભાઈ કાશ્‍યપ ધંધો કરતા કરતા આપ'નો પ્રચાર કરી રહેલા નજરે પડે છે.

રાજકોટ, તા. ૪ :. લાઠી-બાબરા-દામનગર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર નિવૃત મામલતદાર એમ.ડી. માંજરીયાએ જબરૂ કાઠુ કાઢયુ છે. તેમના સમર્થકો કહે છે કે મતદારોને ભાજપ જોઈતી નથી, કોંગ્રેસ ગમતી નથી માટે નિવડેલા સામાજીક અગ્રણી એમ.ડી. માંજરીયા તરફી જબરૂ ચૂંટણી વાતાવરણ બંધાયુ છે.

આમ આદમી પાર્ટીનું ચૂંટણી ચિન્‍હ સાવરણો' આ બેઠક પર ફરી વળે તેવા નિર્દેશો વચ્‍ચે નિવૃત મામલતદાર અને બાબરા વિસ્‍તારને કર્મભૂમિ બનાવનાર એમ.ડી. માંજરીયા બાબરાના પનોતા પુત્ર પોલીસ અધિકારી જૈતાભાઈ વાળાના ભાણેજ પણ હોવાના કારણે આ વિસ્‍તારમાં ભારે લોકચાહના ધરાવે છે. તેમના પરિવાર તરફથી પોતાના ખર્ચે વિકાસ કાર્યો કરેલા છે.

ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારો માટેની સેન્‍સ પણ લેવાઈ નહોતી ત્‍યારથી જ આમઆદમી પાર્ટીએ એમ.ડી. માંજરીયાને ઉમેદવાર જાહેર કરી દીધા હોય ઘણા સમયથી શ્રી માંજરીયા એ વિદ્યુત વેગી પ્રચાર આરંભી દીધો હતો.

ગઈકાલે ચરખા, ચમારડીના ૫૦૦ જેટલા દલીત આગેવાનો અને લોકોએ એમ.ડી. માંજરીયાને ટેકો જાહેર કરી કામે લાગી જતા આમ આદમી પાર્ટીનું પલ્‍ડુ વધુ ભારે બન્‍યુ છે.

શાંત, સરળ અને હંમેશા સેવા માટે તૈયાર રહેતા મેરામભાઈ દેવાયતભાઈ માંજરીયાને પાટીદાર, કોળી, ઠાકોર, દલીત, મુસ્‍લિમ, ક્ષત્રિય સમાજ સહિત તમામ સમાજનો ટેકો મળી રહ્યો છે.

લાઠી, બાબરા અને દામનગરમાં પદયાત્રા દરમ્‍યાન એમ.ડી. માંજરીયાને ભારે પ્રતિસાદ મળતા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્‍સાહ ઉમેરાયો છે.

શ્રી માંજરીયા તથા આમ આદમી પાર્ટીએ અત્‍યાર સધીમાં ૯૮ ગામનો લોકસંપર્ક પૂર્ણ કર્યો છે. શેખપીપડીયામાં ચૂંટણી સમયે ત્રણ ત્રણ ચૂંટણી મીટીંગો ગોઠવાઈ હોય તે એક વિક્રમજનક ઘટના છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવારે આલોદર, ભંગરાળા, ખંભાળા, કરીયાણા, ચરખા, ચમારડી, કણકોટ, નાના રાજકોટ, ફુલઝર, બાબરા, અમરાપર સહિત મોટા ભાગના ગામોમાં સંપર્ક તથા સભાઓ ગજાવેલ છે.

એમ.ડી.ના હુલામણા નામથી બાબરા, લાઠી, દામનગરમાં લોકચાહના પ્રાપ્ત કરનાર માંજરીયાને જંગી લીડથી વિજયી બનાવવા ધીરૂભાઈ સતાણી, નટુભાઈ નડાળાવાળા, કૌશિકભાઈ ધારપરા, કનુભાઈ પટેલ (બાબરા), હંસરાજભાઈ પોખરીયા (બાબરા), ચંદ્રકાન્‍તભાઈછાટબાર (પત્રકાર), સતારભાઈ, આરીફભાઈ, ભીખુભાઈ સતત પ્રચાર કાર્ય આદરી રહ્યા છે.

નોંઘણવદરના પાટીદાર બહેનોએ એમ.ડી. માંજરીયાનું ભવ્‍ય સ્‍વાગત કરીને વિજયી બનાવવા વિજયઘોષ કર્યો હતો.

ધાર્મિક સ્‍વભાવના મેરામભાઈને સાધુ-સંતોના આશિર્વાદ અને બાબરાના મેલડી માતાજી તથા ભૂરખીયાના ભકત અનુયાયીઓએ આવકારી આશિર્વાદ પાઠવ્‍યા છે.

ફુલઝરમાં ગભરૂભાઈ તથા આગેવાનોએ બેન્‍ડવાજાથી સ્‍વાગત કરીને આમ આદમી પાર્ટીના ધારાસભ્‍યને ગાંધીનગર મોકલવા ખાત્રી આપી હતી.

 

(11:29 am IST)