Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ તથા નાણાની અવર-જવર રોકવા ૨૧ ચેકપોસ્ટ કાર્યરત

વઢવાણ - સુરેન્દ્રનગરઃ  સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબકકામાં તા.૯ મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ચૂંટણીમાં મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે આદર્શ આચારસંહિતા અમલમાં મુકવામાં આવી છે અને તેના અમલ માટે જિલ્લા ચૂંટણી તંત્રએ સમયબધ્ધ આયોજન કર્યું હોવાનું જિલ્લા વિકાસ અધિકારી મનીષ બંસલે જણાવ્યું હતું. જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં કૂલ ૨૧ ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જે જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનોનું બારીકાઈથી તપાસ કરી રહી છે. આમાં સૌથી વધુ વઢવાણ મત વિસ્તારમાં ૮ ચેક પોસ્ટ, જયારે દસાડા વિસ્તારમાં ૪, લીંબડી વિસ્તારમાં ૩, ચોટીલા તાલુકામાં ૫ અને ધ્રાંગધ્રા તાલુકામાં ૧ ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. આની સાથો સાથ જિલ્લામાં ૫ એકાઉન્ટ ટીમની રચના કરવામાં આવી છે. જયારે વિડીયો વ્યુઈંગ ટીમ (વીવીટી) પાંચ બતાવવામાં આવી છે. જયારે ૧૫ ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા ૨૪ કલાક સદ્યન ચેકીંગ કરવામાં આવી રહયું હોવાનું શ્રી બંસલે વધુમાં જણાવ્યું છે.

 

 

(9:24 am IST)