Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

કચ્છમાં ફરજ બજાવતા બીએસએફના જવાનોની સુવિધા માટે 1 લાખના સાધનોનું વિતરણ કરાયું

માંડવીના સેવાભાવી દાતા અશ્વિનભાઈ પેથાણી તરફથી જવાનોને આ ભેટ અપાઈ

કચ્છમાં ફરજ બજાવતા બીએસએફના જવાનોને સુવિધા મળી રહે તે હેતુસર માંડવીના સેવાભાવી દાતા દ્વારા 51 લાખના સાધનોનું જવાનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

  જવાનોને ગરમીમાં ઠંડક મળી રહે તે માટે કુલર તેમજ પેટ્રોલિંગમાં અને અવરજવરમાં સરળતા રહે તે માટે સાયકલ , શુદ્ધ પાણી માટે આરઓ પ્લાન્ટ અને સીંટેક્ષ પાણીની ટાંકી સહિતના સુવિધાયુક્ત સાધનો  આપવામાં આવ્યા હતા

  માંડવીના સેવાભાવી દાતા અશ્વિનભાઈ પેથાણી તરફથી જવાનોને ભેટ અપાઈ હતી. વેળાએ હાજર રહેલા બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના વડા જી.એસ.મલિકે દાતાની દિલેરીને બિરદાવી હતી. અને 51 લાખની કિંમતના સાધનો જવાનો માટે મહત્વપૂર્ણ બની રહેશે તેવું જણાવ્યું હતું તકે રાજયમંત્રી વાસણ આહીર તેમજ સુરક્ષા જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(12:15 am IST)