Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

આલીદર ગામની સગીરા અને તેનુ અપહરણ કરનારને રાજકોટથી પકડી પાડતી કોડીનાર પોલીસ

કોડીનાર, તા. ૪ :. આલીદર ગામના વજુભાઈ ભીખાભાઈ પ્રજાપતિની સગીર વયની દીકરીને પાવટી તેના મામાના ઘરેથી આલીદર ગામનો જ અમૃત દીનાભાઈ વાઢેલ નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયાની ફરીયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાતા કોડીનાર પોલીસે આ અંગે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી પી.આઈ. સોલંકીએ આરોપીના મોબાઈલ લોકેશનના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરતા સગીરા અને આરોપીનું રાજકોટનું લોકેશન મળતા આ અંગે રાજકોટ પોલીસને જાણ કરતા રાજકોટ પોલીસના અજીતસિંહે લોકેશનના આધારે રાજકોટ ફુલછાબ  ચોકમાં રવિ પેલેસમાંથી સગીરા અને આરોપી અમૃત દીનાલાલને પકડી પાડી કોડીનાર પોલીસને જાણ કરતા પી.આઈ. સોલંકી અને રાઈટર જેસિંગભાઈ તાત્કાલિક રાજકોટ દોડી જઈ સગીરા અને આરોપીનો કબ્જો લઈ કોડીનાર પોલીસ સ્ટેશનમાં લાવી આરોપીને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

(3:51 pm IST)