Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

કાલે વિજયભાઇ રૂપાણી કચ્છમાં

ભુજના બળદિયા ગામમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે

 ભુજ તા. ૪: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે મંગળવારે કચ્છની માત્ર બે કલાકની ટૂંકા પ્રવાસ માટે આવી રહ્યા છે.

તેઓ ભુજની બાજુમાં આવેલા બળદિયા ગામે સ્વામિનારાયણ મંદિર મધ્યે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ બળદિયા મધ્યે તંત્ર સાથે મીટીંગ યોજાશે.

વિજયભાઇ ગાંધીનગરથી હેલિકોપ્ટર દ્વારા સીધા જ બળદિયા ગામે હેલિપેડ પર ઉતરશે. સવારે ૧૦ થી ૧ર બે કલાકના ટૂંકા પ્રવાસ બાદ તેઓ ગાંધીનગર પરત ફરશે.

(3:45 pm IST)