Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પેટ્રોલ પંપ પાસેથી મળેલ દોઢ લાખના દાગીનાના માલીકને શોધી કાઢતી જસદણ પોલીસ

જસદણઃગઢડીયા ગામના વતની સંતોષભાઈ ભીખાભાઈ પરમારને ગત તા. ૨૮/૧૦ના જસદણ સુર્યા પેટ્રોલપંપની નજીકથી સોનાનો અઢી તોલાનો ચેન તથા સવા તોલાની બે વીંટીઓ મળેલી અને મળેલ કિંમતી વસ્તુ જેની હોય તેને પરત કરવાની હેતુથીઙ્ગ ગઢડીયા ગામના સંતોષભાઈ પરમારે જસદણઙ્ગ પોલીસ ને જાણ કરી હતી. પો.સ્ટે.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ મેણીયાએઙ્ગઙ્ગ પેટ્રોલપંપના કેમેરા ચેક કરતા જેમા જોવા મળેલ કારના નંબર જીજે ૦૩ સીઆરઙ્ગ ૭૨૪૧ વાળા લઈ જસદણ પોલીસ સ્ટેશન આવી કોમ્પ્યુટર ઓપરેટર પોલીસ કોન્સ. કિરીટભાઈ પરમારને વાહન નંબર જોવા જણાવેલ જે વાહનનંબર પોકેટકોપ દ્વારા સર્ચ કરતા પોકેટકોપ દ્વારા મળેલ માહીતી ઉપર શોધખોળ કરતા વાહન માલીક ગોપાલકૃષ્ણભાઈ નાનાલાલ જોષી (રહે.જુનાગઢ) વાળાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે, ખાતેપરિવાર સાથે તા.૨૮/૧૦ના રોજ જુનાગઢ થી વડોદરા જવા નિકળેલા અને બપોરે  વખતે જસદણ સુર્યા પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પુરાવવા ઉભા રહેલ અને તે વખતે ગોપાલકૃષ્ણભાઈનો ચેન અને વિંટીઓ પડી ગયેલી જે બાબતેની પુછપરછ દરમ્યાન વાત કરેલી અને તેમની કિંમતી વસ્તુઓની ઓળખ આપેલી અને જે કિંમતી મળેલ સોનાનો અઢીતોલાનો ચેન અને સવા તોલાની બે વીંટીઓ મળી અંદાજે કુલઙ્ગ રૂપીયા દોઢેક લાખની વસ્તુ મુળ માલીક ગોપાલકૃષ્ણભાઈ જોષીને જસદણ પોલીસની રૂબરૂમાં પરત કરવામાં આવી હતી. આ સમયે ગોપાલકૃષ્ણભાઈ જોષી (રહે. જુનાગઢ)એ હાલના કળીકાળ યુગમાં ઈમાનદારીનું ઉત્ત્।મ ઉદાહરણ પુરૂ પાડનાર ગઢડીયાના વતની સંતોષ ભીખાભાઈ પરમાર અને કિંમતી વસ્તુ પરત કરવામાં મદદરૂપ થયેલ જસદણ પોલીસનો આભાર માનેલ છે. તેમજ જસદણ પોલીસ બીરદાવી છે.(તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી .જસદણ)

(3:39 pm IST)