Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અમરેલીમાં પાક વિમાનાં એજન્ટોએ ખેડુતોને પડયા ઉપર પાટુ માર્યુઃ ૯૧ ફોર્મ ભરીને અડધો લાખ પડાવી લીધા

રાજકોટ, તા., ૪:  રાજયમાં હાલ મહા વાવાઝોડાના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે જગતના તાતને ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે સરકારે પાક વીમા માટે સરવે કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં અમરેલીના ખાંભામાં વીમા કંપનીના એજન્ટોની ગોલમોલ સામે આવી છે.

કમોસમી વરસાદના કારણે જગતના તાતની સ્થિતિ કફોડી બનતા ખેડૂતોના માથે પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. બીજી બાજુ અભણ ખેડૂતો પાસેથી વીમા કંપનીના એજન્ટો પાકનું વધુ પ્રમાણમાં નુકસાન બતાવવા ખુલ્લેઆમ રૂપિયા ખંખરી રહ્યા છે.

હાલ વીમા કંપનીના એજન્ટો એક ખેડૂત દીઠ ૬૦૦ રૂપિયા લેતા કેમેરામાં કેદ થયા છે, જેના કારણે તેમનો ભાંડો ફૂટી ગયો છે. વીમા કંપનીના એજન્ટો ૧ ફોર્મના રૂપિયા ૬૦૦ લેખે ૯૧ ફોર્મના રૂપિયા ૫૪૬૦૦ પડાવ્યા છે. આ સિવાય જે વીડિયો કેમેરામાં કેદ થયો છે, તેમાં રૂપિયાની માગણી કરતો વીડિયો પણ સામે આવ્યો છે.

આ ઘટનાની જાણ થતા અને વીડિયો વાયરલ થયાની જાણ થતા વીમા એજન્ટો રૂપિયા ૯૬૦૦ પરત આપી ગયો છે. ખાંભાના બામરણ ગામમાં વીમા કંપનીની ગોલમાલ ખુલ્લેઆમ વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનામાં વીડિયો ખેડૂતોના એક કેમેરામાં કેદ થયો છે. જેમાં વીમા એજન્ટ એક ફાર્મના રૂપિયા ૬૦૦ ખંખેરતો એજન્ટ ઝડપાયો છે.

ખાંભા તાલુકામાં અતિવૃષ્ટીનો સરવે હાથ ધરવા માટે આવેલા એજન્ટોએ આ પ્રકારે ખેડૂતોને લૂંટ્યા હતા. ખેડૂતોને વીમા કંપની દ્વારા મળવામાં આવનારી સહાય તેમના હક્કની છે ત્યારે આ પ્રકારના એજન્ટોના ખેલથી જગતનો તાત મજબૂર થયો છે

ખેડૂતોના કેમેરામાં આ એજન્ટ એક ફાર્મના રૂપિયા ૬૦૦ ખંખેરતો એજન્ટ ઝડપાયો છે.આ વીડિયો ખાંભા તાલુકાના મોટો બારમણ ગામનો વીડિયો હોવાનું બહાર આવી રહ્યું છે. ખાંભા તાલુકામાં અતિવૃષ્ટીનો સરવે હાથ ધરવા માટે આવેલા એજન્ટોએ આ પ્રકારે ખેડૂતોને લૂંટ્યા હતા. ખેડૂતોને વીમા કંપની દ્વારા મળવામાં આવનારી સહાય તેમના હક્કની છે ત્યારે આ પ્રકારના એજન્ટોના ખેલથી જગતનો તાત મજબૂર થયો છે.

(3:38 pm IST)