Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પડધરી તાલુકામાં સહકારી પરિવાર દ્વારા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રધ્ધાંજલી અર્પવા મહારકતદાન કેમ્પ

પડધરી : પડધરી તાલુકા સહકારી પરિવાર દ્વારા ડો. ડાયાભાઇ પટેલ (ડીરેકટર શ્રી આર.ડી.સી. બેંક.લી.)ના માર્ગદર્શન હેઠળ,  સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ, ખેડુત નેતા, લોકોના હૃદય સમ્રાટ અને સૌના પરમ આદરણીય ગો.વા. પૂજય વિઠલભાઇ રાદડીયા સાહેબને ખરા દિલથી શ્રધ્ધાંજલી આપવા અને સાચા અર્થમાં ઋણ અદા કરવા મહારકતદાન કેમ્પનું આયોજન આજે સવારના ૭ થી ર વાગય સુધી પડધરી તાલુકાના ખોડાપીપર, થોરીયાળી, પડધરી અને સરપદડ મુકામે કરવામાં આવેલ. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં રકતદાન કરવામાં આવેલ. જેમાં ડો. ડાયાભાઇ પટેલ (ડીરેકટરશ્રી આર.ડી.સી. બેંક લી.) વી.એમ. સખીયા (જનરલ મેનેજર) એચ.ડી. તળપદા (વહીવટી મેનેજર) પી.એચ.પેઢડીયા ડે. મેનેજર ઝોનલ)ની પી.સી. સાવલીયા (ડે.મેનેજર) ઉમેશભાઇ માલાણી (પ્રમુખશ્રી એમ.જે.માલાણી  એજયુકેશન ટ્રસ્ટ ખામટા) ઇફકોના એરીયા મેનેજર, સુરેશભાઇ કવાડ, સહકારી આગેવાન (આર.ડી.સી. બેંક બ્રાન્ચ મેનેજર, કર્મચારીઓ તાલુકાની સહકારી સંસ્થાના પદાધિકારી, મંત્રીશ્રીઓ કર્મચારી ઉપસ્થિત રહયા હતા. (તસ્વીર : અહેવાલ - મનમોહન બગડાઇ પડધરી)

(1:17 pm IST)