Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

થાનગઢનાં નવાગામ-સારસણામાંથી હિજરત થયેલા લોકો હાઇકોર્ટનાં આદેશ બાદ પરત ફર્યાઃ ચુસ્ત બંદોબસ્ત

 વઢવાણ તા.૪: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નવાગામ અને સારસણા ગામમા કોળી અને ભરવાડ પરિવાર જનો વચ્ચે વેરઝેરના અને ગામમા અશાંતીના કારણે આ બન્ને ગામોમાં માલધારી પરિવાર જનો આ બન્ને ગામોમાંથી મોટા પાયે હિજરત કરી ગયા હતા.

ત્યારે આ અંગે તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા હિજરતી પરિવારોને પુન વરસાટ કરાવવા માટેના આદેશો જારી કરવામાં આવ્યા હતા ત્યારે આજે આતમામ હિઝરતા પરિવાર જનોને નવાગામ સારસાણા ચુસ્તપોલીસ બદોબસ્ત સાથે તેમના ઘરોમાં ફરીવાર પુન વસવાટ કરાવવામાં આવ્યો છે.

થાનના નવાગામ અને સારસણા ગામમાં ૨૦૧૦ થી બે જ્ઞાતિ આ વચ્ચે થયેલ માથાકુટ કારણે બન્ને ગામોમાં અવાર નવાર આ બન્ને પક્ષોમા ઝઘડા થતા અને બન્ને પક્ષના લોકોમાં મોટુ નુકશાન પણ સહન કરવાનુ થતુ હતુ.

ત્યારે નવાગામ અને સારસણના અમુક ભરવાડ પરિવારજનો સાથે આ ગામો છોડી અને હળવદ મોરબી ધ્રાગધ્રા પંથકમાં હિઝરત કરી રેવા માટે ચાળ્યા ગયા હતા.

થાનના નવાગામ અને સારસણ ગામના ૨૦૧૦ થી લઇને ૨૦૧૯ સુધીમા ૬૩ જેટલા ગુનાઓ પોલીસ મથકમાં નોંધાયા છે જેમા નવાગામ અને સારસાણા બન્ને ગામના બન્ને સઝનના જે જે લોકોના ગુનામા નામો ખુળ્યા છે. તેમજ આવા આ ગુનાઓમાં પોલીસ દ્વારા તડીયાર કાર્યવાહી કરવામાં આવેલ છે ત્યારે આ ગામોની સ્થિતી જયા સુધી થાળેના પડે તે માટે ગામના પ્રવેશ ઉપર આવા લોકોને હાલમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

 

(1:13 pm IST)