Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સુરેન્દ્રનગર પાક નુકસાનીની અરજી કરવાના છેલ્લા દિવસે પણ ટોલ ફ્રી નંબર બંધ રહ્યો

વઢવાણ, તા.૪: સુરેન્દ્રનગર જિલ્લામાં તાલજેતરમાં કયાર અને ત્યારબાદ હાલ મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે કમૌસમી વરસાદ પડયો છે ત્યારે આ વરસાદથી જિલ્લા ભરનાં ખેડુતોને મોટાપાયે નુકશાની પહોંચી છે જે અંગે સરકારની પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત ખેડુતોએ પાકવિમો લીધો હોવા છતાં નુકશાનીનું વળતર મેળવવા માત્ર બે થી ત્રણ દિવસની જ મુદ્દત આપવામાં આવી છે ત્યારે અનેક ખેડુતોને આ સહાય મેળવવા માટે હાલાકી પડી રહી છે અને સરકાર દ્વારા જાહેર કરેલ ટોલ ફ્રી નંબર પણ બંધ આવતાં અથવા ન લાગતાં સહાયથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાજેરમાં જિલ્લામાં પડેલ કમૌસમી વરસાદ બાદ સરકાર અને તંત્રએ નુકશાની અંગે કામગીરી હાથધરી હતી.ઙ્ગ

જેમાં વિમાકંપનીએ નુકશાની અંગે પાકવિમાની અરજી કરવા માટે અલગ-અલગ ટોલ ફ્રી નંબરો જાહેર કર્યા હતાં.

ઙ્ગઅને તે મુજબ બે થી ત્રણ દિવસમાં અરજી કરવાની સુચનાઓ આપવામાં આવી હતી. પરંતુ જાહેર કરેલ ટોલ ફ્રી નંબરમાં ફોન લાગતો ન હોવાની અથવા તરત જ કટ થઈ જતો હોવાની ખેડુતોમાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.

ઙ્ગજયારે બીજી બાજુ જેતે તાલુકા પંચાયત કચેરી ખાતે વિમા કંપની દ્વારા અંદાજે ૪૦ થી ૫૦ ગામોના ખેડુતોના વિમાના ફોર્મ સ્વીકારવા માટે માત્ર એક જ કર્મચારી બેસાડયો હોવાથી અનેક ખેડુતોને દિવસ ભર લાઈનમાં ઉભા રહેવું પડયું હતું.ઙ્ગ

અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર દ્વારા ખેડુતોના વિકાસ અને વિમાની રકમ આપવાની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ સરકાર સહિત સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે જિલ્લાભરનાં ખેડુતોને પાકવિમાની અરજી કરવામાં પણ હાલાકી પડી રહી છે ત્યારે અંતિમ દિવસે રવિવારના રોજ પણ ખેડુતોને હાલાકી પડી હતી.

(1:13 pm IST)