Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મોરબીમાં પરિવાર અગાસી પર સૂતો'તો ને તસ્કરો તાળા તોડી ૮૯ હજારની મતા ચોરી ગયા

મોરબી તા.૪ : મોરબીના નવલખી રોડ પર રહેતા પરિવાર ઘરને તાળુ મારી અગાસી પર સુવા ગયોને રાત્રે જ તસ્કરો તાળા  તોડી ૮૯ હજારની મતા ઉઠાવી ગયા હતા.

જાણવા મળતી વિગત મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલની બાજુમાં રહેતા હરેશભાઇ રાજેશભાઇ નકુમનો પરિવાર ગત રાત્રીના પોતાના મકાનને તાળુ મારીઅગાસી પર સુવા ગયા હતા. દરમિયાનમાં મોડી રાત્રીના અજાણ્યા ઇસમો તેના બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં રાખેલ કબાટનું તાળુ તોડી તેમાં રાખેલ સોનાનો ત્રણ તોલાનો હાર નંગ-એક સોનાની બુટી નંગ-૪, ચાંદીની લકકી અને રોકડ રૂ.૧પ૦૦૦ કુલ રૂ.૮૯ં૦૦૦ના દાગીના અને રોકડ ઉપાડી ગયા હતા. હરેશભાઇએ ફરીયાદ લખાવતા પોલીસે તપાસ આદરી છે.

(1:13 pm IST)