Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મહાવાવાઝોડાની મોરબી જીલ્લામાં અસર, વાતાવરણમાં પલટા બાદ વરસાદી ઝાપટા

મોરબી,તા.૪: મહાવાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને વાવાઝોડું દસ્તક દે તે પૂર્વે જ રાજયમાં તેની અસર દેખાવાની શરૂઆત થઇ છે બપોરના સુમારે મોરબી જીલ્લામાં ઓચિંતું હવામાનમાં પલટો આવ્યા બાદ વરસાદી ઝાપટા નોંધાયા છે  મોરબી જીલ્લામાં બપોર સુધી તડકો જોવા મળતો હતો જોકે બપોરે ઓચિંતું હવામાન પલટાયું હતું અને વાદળછાયા વાતાવરણ બાદ મોરબી જીલ્લામાં અનેક સ્થળે વરસાદી ઝાપટા નોંધાયા છે વાંકાનેર સીટી તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે તો હળવદ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો તે ઉપરાંત ટંકારા અને માળિયાના અમુક વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે

મોરબી જીલ્લામાં ભારે વરસાદને પગલે અગાઉ જ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે અને બાકી હતું તો ભાઈબીજના દિવસે કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા હતા ત્યારે ફરીથી માવઠા જેવું વાતાવરણ થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આજે સોમવારે પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.

(1:13 pm IST)