Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મોરબીમાં ટ્રેન હડફેટે યુવાનનું મોત

પાણી પુરવઠા વિભાગના રોજમદાર કર્મચારી સાજણ અકસ્માતે હડફેટે આવી ગયો કે આપઘાત કર્યો ? પોલીસ દ્વારા તપાસ શરૂ

તસ્વીરમાં મોતને ભેટેલ યુવાનનો મૃતદેહ નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી) 

મોરબી, તા. ૪: મોરબીની વીસી ફાટક નજીક યુવાનનું ટ્રેન હડફેટે મૃત્યુ નીપજયું હતું.

મોરબીની વીસી ફાટક નજીક સવારના સુમારે માલ ગાડી ના સુમારે માલ ગાડી મોરબીથી પસાર થઈને વાંકાનેર તરફ જતી હોય દરમિયાન મોરબીની વીસી ફાટક નજીક એક યુવાન ટ્રેન હડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે રેલ્વે પોલીસને જાણ થતા રેલ્વે પોલીસના રતિલાલભાઈ પરમાર સહિતની ટીમ સ્થળ પર પહોચીને મૃતક યુવાનનું ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવતા મૃતક યુવાનનું નામ સાજણ હોય અને તે મૂળ મહેમદાબાદ નજીકનો રહેવાસી હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી. તેમજ મૃતક યુવાન મોરબી નગરપાલિકા પાણી પુરવઠા વિભાગમાં રોજમદાર તરીકે કામ કરતો હોવાની માહિતી પણમળી છે. મૃતદેહને પી.એમ.માટે ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૃતક યુવાન અકસ્માતે ટ્રેન હડફેટે આવી ગયો છે કે આપધાત કર્યો છે તો પોલીસની વધુ તપાસ બાદ જ જાણી શકાશે.

(1:12 pm IST)