Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વિંછીયાના દડલી ગામની વીડમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ર૬ પતાપ્રેમીઓ પકડાયાઃ ર છનન

રોકડ, મોબાઇલ અને વાહનો સહીત ૧૩.૪૦ લાખનો મુદામાલ કબ્જેઃ વિંછીયાના પીએસઆઇ મહાવીરસિંહ પરમાર તથા સ્ટાફનો સપાટો

રાજકોટ, તા., ૪:  વિંછીયાના દડલી ગામની વીડીમાં ધમધમતા જુગારના હાટડા પર પોલીસે રેઇડ કરી જુગાર રમતા ર૬ શખ્સોને ૧૩.૪૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે ર શખ્સો નાસી છુટયા હતા.

વિંછીયાના દડલી ગામની ધોરઇ ડેમની વીડમાં મોટા પાયે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા રૂરલ એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ વિંછીયાના પીએસઆઇ મહાવીરસિંહ પરમાર તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા ર૬ શખ્સોને રોકડા રૂ. ર૬,૬૬૦ મોબાઇલ નંગ-ર૪ તથા ૭ વાહનો મળી કુલ ૧૩.૪૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં (૧) ભરત ભોજાભાઇ સદાદીયા ધંધો-ખેતી રહે. ખાડાધાર હડમતીયા ગામ તા. જસદણ (ર) ભાવેશ શાંતીરામ દેવમુરારી ધંધો-મજૂરી રહે. ખાંડા-હડમતીયા ગામ તા. જસદણ (૩) જયસુખ જેન્તીભાઇ મકવાણા, ધંધો-ખેતી રહે. હિંગોળગઢ તા. વિંછીયા (૪) રવજી વિઠ્ઠલભાઇ કુમારખાણીયા ધંધો - ખેતી રહે અમરાપુર તા. વિંછીયા (પ) મુકેશ માધુભાઇ મકવાણા ધંધો-મજૂરી રહે. હિંગોળગઢ તા. વિંછીયા (૬) રમેશ પોપટભાઇ જાડા ધંધો મજૂરી રહે. ધારેય તા. ચોટીલા (૭) વિપુલ વિઠ્ઠલભાઇ મેર ધંધો મજૂરી રહે. ધારેય તા. ચોટીલા (૮) ભરત પરષોતમભાઇ ભુસડીયા ધંધો-ખેતી રહે. હિંગોળગઢ તા. વિંછીયા,

(૯) રણછોડ લખનભાઇ ગલચર ધંધો - ડ્રાઇવીંગ રહે. ખાંડા-હડમતીયા ગામ તા. જસદણ નં. (૧૦) જેસા ભનાભાઇ ઝાપડીયા ધંધો-હિરાઘસુ રહે. ખાંડા, હડમતીયા ગામ તા.જસદણ (૧૧) ગજુ નરસિંહભાઇ ઝાપડીયા ધંધો-મજૂરી રહે. અમરાપુર ગામ તા. વિંછીયા (૧ર) ભાવેશ તેજાભાઇ મકવાણા ધંધો-ખેતી રહે. અમરાપુર ગામ તા. વિંછીયા (૧૩) મહેશ જેસાભાઇ મકવાણા ધંધો ખેતી રહે. રેવાણીયા ગામ તા. વિંછીયા (૧૪) હરેશ સગ્રામભાઇ ઓળકીયા ધંધો મજૂરી રહે. દડલી ગા તા. વિંછીયા (૧પ) રાજુ વિરજીભાઇ ચૌહાણ ધંધો ડ્રાઇવીંગ રહે. સખપર ગામ તા. ગઢડા (૧૬) સુરેશ ધીરૂભાઇ મકવાણા ધંધખો ખેતી રહે. હિંગોળગઢ ગામ તા. વિંછીયા (૧૭) સુરેશ બેચરભાઇ ઝાપડીયા ધંધો-ખેતી રહે. ખડકાણા, ગામ તા. વિંછીયા નં. (૧૮) અરવિંદ જેરામભાઇ ઝાપડીયા ધંધો - ખેતી રહે. ખાડાધાર હડમતીયા ગામ તા.જસદણ (૧૯) રસિક બચુભાઇ તલસાણીયા ધંધો મજૂરી રહે. અમરાપુર ગામ તા. વિંછીયા (ર૦) ભરત પુનાભાઇ મેર ધંધો હિરાઘસુ રહે. ખાડાધાર હડમતીયા ગામ તા. જસદણ નં. (ર૧) અશોક કુરજીભાઇ મકવાણા ધંધો-મજુરી-રહે. અમરાપુર ગામ તા. વિંછીયા નં. (રર) વલ્લભ પ્રેમજીભાઇ જાપડીયા ધંધો  ખેતી રહે. ખાડાધાર હડમતીયા ગામ તા. જસદણ (ર૩) રણછોડ દુદાભાઇ જાપડીયા જાતે કોળી ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે. ખાડા ધાર.

હડમતીયા ગામ તા.જસદણ (ર૪) મુકેશ રવજીભાઇ રામાણી ધંધો ખેતી રહે. કમળાપુર ગામ તા.જસદણ (રપ) વિપુલ છગનભાઇ વાઘાણી જાતે કોળી (ઉ.વ.૩૩) ધંધો ખેતી રહે. કમળાપુર ગામ તા. જસદણ તથા (ર૬) કૌશીક જયેશભાઇ વાઘાણી ધંધો મજુરી રહે. કમળાપુર ગામ તા. જસદણનો સમાવેશ થાય છે. પકડાયેલ તમામ સામે ગુન્હો દાખલ કરાયો હતો.

આ રેઇડ દરમિયાન બુધા પોપટભાઇ કોળી રે. ખાડાધાર હડમતીયા તથા છગન ગોવિંદભાઇ ઓબકીયા રે. દડલી નામના શખ્સો નાસી છુટયા હતા. આ કાર્યવાહીમાં વિંછીયાના પીએસઆઇ પરમાર સાથે એએસઆઇ હમીરભાઇ ખીમસુરીયા, પો.કો. જયેશભાઇ દાફડા, વિજયભાઇ, નિલેશભાઇ, રીઝવાનભાઇ તથા મહેશભાઇ સહીતનો સ્ટાફ જોડાયો હતો.

(12:03 pm IST)