Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઉના યાર્ડના ડીરેકટરોના ભથ્થામાં વધારો રદ કરવા રજુઆત

ઉના તા ૪  : માર્કેટીંગ યાર્ડમાં બોર્ડ ઓફ ડીરેકટરોના ભથ્થામાં ૪૫૦ માંથી સિધો ૧૧૦૦ નો કરવા કરતો ઠરાવ કરી નાખ્યો, ભથ્થા વધારો રદ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઇ છે.

ઉના તાલુકાના તથા ગીરગઢડા તાલુકાના ૧૩૦ ગામના ખેડુતોને ખેતીના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તેમાટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી (માર્કેટીંગ યાર્ડ) ની સ્થાપ્ના કરાઇ હતી, પરંતુ વર્તમાન ઉના યાર્ડના ચેરમેન તથા સંસ્થાના ડિરેકટરોએ તાજેતરમાં યોજાયેલ બોર્ડ ઓફ ડીરેકટરોની મીટીંગમાં ડીરેકટરોને અપાતા મીટીંગ ભથ્થામાં રૂા ૪૫૦/- માંથી રૂા૧૧૦૦ અંકે રૂપીયા એક હજાર એકસો ચુકવવા નિર્ણય કરી લઇ અઢી ગણો વધારો કરી દેવાતાં યાર્ડને નુકશાનકારક હોય યાર્ડના પૂર્વ ડિરેકટર ધીરજભાઇ મણીલાલ છગે દેતબજાર અને ગ્રામ્ય અર્થતત્ર ગુજરાત રાજયના નિયામકને ગાંધીનગરને પત્ર લખી આ ભથ્થા વધારો રદ કરવા રજુઆત કરી છે.

હાલ ઉના માર્કેટીંગ યાર્ડમાં ખેડુતો અને વેપારીની સુવિધા સાવ નહી જેવી છે, ગેસ્ટહાઉસ છે, બંધ હાલતમાં ભોજનાલય, કેન્ટીન પણ વરસોથી બંધ છે, તેથી ખેડુતો યાર્ડમાં જણસી વેચવા બહુ ઓછા આવે છે. તેમ જણાવેલ છે.

(11:59 am IST)