Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

પૂ.મોરારીબાપુ વિરૂધ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી મુદે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને નોટીસ

પોરબંદરનાં દયારામભાઇ ગોંડલિયાએ પૂ.વિશ્વવલ્લભદાસજી સ્વામીને કાનુની નોટીસ ફટકારીને ૧૦ દિવસમાં માફી માંગવા માંગણી

રાજકોટ, તા.૪:  જાણીતા કથાકાર પૂ.મોરારીબાપુ વિરુદ્ઘ અપમાનજનક ટિપ્પણી કરવા મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી વિશ્વવલ્લભદાસજી સ્વામીને પોરબંદરના દયારામભાઈ ગોંડલિયાએ કાનૂની નોટિસ ફટકારી છે અને આ બાબતે ૧૦ દિવસમાં લેખિત માફી માંગવા માંગણી કરી છે પોરબંદરના  એમ,ડી,સાયન્સ કોલેજના કેમેસ્ટ્રી વિષયના  નિવૃત પ્રોફેસર દયારામભાઈ જેરામભાઈ ગોંડલિયાએ વકીલ દિપકભાઇ લાખાણી મારફત પૂ. વિશ્વવલ્લભદાસજી સ્વામી (સ્વામિનારાયણ મન્દિર સુરત ) ને સુરત મુકામે મહાભારતની કથામાં જાહેર પ્રવચન, પૂ.મોરારીબાપુનું અપમાન થાય, તેમના  ચાહકવર્ગને નુકશાન થાય સમાજમાં નીચા પાડવાના આશ્રયથી સ્ને ૨૦૧૭ના મહાભારતની કથામાં જાહેરમાં પૂ,મોરારીબાપુ દ્વારા છસો વર્ષ પહેલ પૂ,નરસિંહ મહેતા  રચિત પ્રખ્યાત ભજન શ્રી વૈષ્ણવજન અંગે પૂ,મોરારીબાપુએ જણાવેલ હકીકતને જાહેરમાં વિકૃત રીતે અને બદનક્ષી થાય તેવું જાહેરમાં ઉછરેલ જે ગુન્હાને લાયક હોવાનું જણાવી કાનૂની કાર્યવાહી કરતા પહેલા નોટિસ ફટકારી હોવાની જણાવ્યું છે આ નોટિસ મળ્યે દિવસ ૧૦માં લેખિત રીતે પૂ,મોરારીબાપુની માફી માંગતો પત્ર મોકલાવી આપવા કહેવયું છે અન્યથા ધોરણસરની કાર્યવાહી પોરબનાર્ડોની ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરવાની ફરજ પડશે તેમ નોટીશના અંતે જણાવ્યું છે.

(11:58 am IST)