Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સોમનાથના હિરણ નદી પરના જર્જરીત પુલનું નેશનલ હાઇવે દિલ્હીની ટીમ દ્વારા ચેકીંગ કરાયું

પ્રભાસ-પાટણ પોલિસે પુલની ચકાસણી સુધી પુલ ઉપરનો વાહન વ્યવહાર વૈકલ્પિક ચાલુ રખાવી સુંદર ટ્રાફીક વ્યવસ્થા સાથે પુલ નિરીક્ષણ કાર્યમાં સહાયભુત બની

 પ્રભાસપાટણ તા ૪  :  સોમનાથ કોડીનારને જોડતો સોમનાથ પાસે આવેલો ૬૦ વરસથી પણ વધુ જુનો જર્જરીત ખખડધજ હાઇવે ઉપરના પુલનું આજે સવારે ૭ વાગ્યાથી ૯।। વાગ્યા સુધી નેશનલ હાઇવે-ઇન્ડિયા-દિલ્હીના નિષ્ણાંત ઇન્જીનીયરો-મજુરો અને મોટા ખટારામાં બેસાડેલ તોતીંગ યાંત્રિક ઉપકરણો સાથે પુલની મજબુતાઇ-ટકાઉપણું કયાં સુધી ચાલી શકે-રીપેરીંગ કે નવો બનાવવો તેનુ પુલના પાયાથી પુલ ઉપરની સપાટી સુધી ઝીણવટભર્યુ નિરીક્ષણ ચેકીંગ કર્યુ, જેનો રીપોર્ટ દિલ્હીથી તેઓ મોકલશે તે અનુસાર આગળ કાર્યવાહી થશે.

પુલ ઉપરના નિરીક્ષણ માટે સોનારીયા-મીઠાપુર-તલાલા રોડ, જતા રસ્તા ઉપર ડાઇવર્ઝન આપવામાં આવ્યા હતાં અને પ્રભાસપાટણ પોલીસ ઇન્સ. જી.એમ. રાઠવાએ વિકલ્પરૂપે વાહનવ્યવહારા ચાલુ રહે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.

આ વ્યવસ્થામાં પોલીસ તથા જી.આર.ડી. સહીત ૪૪ જવાનો કાર્યરત રહયા હતા. આજની દીલ્હીની ટીમમાં ૪૦ અધિકારીઓ તેમજ સ્થાનીક હાઇવે ઓથોરીટીના ૫ ઇજનેરો હાજર રહી ફરજ બજાવી હતી. પ્રભાસપાટણ પી.આઇ. જી.એમ. રાઠવા દ્વારા આ પુલ ઉપરથી પસાર થતાં કંપનીના ટ્રકોને અગાઉથી જાણ કરતાં અને ડાઇવર્જનનતો ઉપયોગ કરવા સહકાર માગતા પુલ નિરીક્ષણ સરળ અસરકારક રહયું હતું.

(11:58 am IST)