Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દારૂ પી બાઇક હંકારતા સરધારનો અશ્વિન અને છરી સાથે તેનો ભાઇ સંજય પકડાયો

રાજકોટ તા. ૪: સરધારના સુકી સાજડીયાળી ગામના રસ્તા પર ઝૂપડામાં રહેતો અશ્વિન છગનભાઇ ચારોલીયા (ઉ.૨૦) દારૂ પી બાઇક નં. જીજે૦૩ડીજે-૦૩૫૧ હંકારીને સરધાર આઉટ પોસ્ટ ચોકી સામેથી નીકળતાં હેડકોન્સ. કાળુભાઇ ગામેતી અને કોન્સ. જનકસિંહ વાઘેલાએ પકડી લીધો હતો. જ્યારે તેની સાથે રહેલા તેના ભાઇ સંજય છગનભાઇ ચારોલીયા (ઉ.૨૭) પાસે છરી મળતાં તે અંગે પી.એસ.આઇ. આર. વી. કડછા, હેડકોન્સ. પરેશભાઇ સાંગાણીએ અલગથી ગુનો નોંધી ધરપકડ કરી હતી.

(11:57 am IST)