Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ભાવનગરના શિક્ષિકા બીનાબેન રાઠોડે કૌન બનેગા કરોડપતિમાં ૧ લાખ ૬૦ હજાર જીતી લીધાઃ સાથે સાથે તખ્તેશ્વર મંદીર અને જુના બંદરને પણ ચમકાવી દીધા

ભાવનગર તા.૪: ભાવનગરના બીનાબેન રાઠોડએ 'કોને બનેગા કરોડપતિ' માં રૂ.૧.૬૦ લાખ જીત્યા છે. કેબીસીમાં સિલેકશનની પ્રક્રિયા અંગે બીનાબેને માહિતી આપી હતી. બીનાબેનએ ભાવનગરનાં જુનાબંદર,તખ્તેશ્વર મંદિર વિગેરે સ્થળોને ચમકાવ્યા છે.

શિક્ષીકા બીનાબેન પ્રવિણભાઇ રાઠોડ કેબીસીમાં ભાગ લઇ રૂ.૧.૬૦ લાખ જીતી લીધા છે. બીનાબેને એક મુલાકાતમાં આશો માટે પસંદગી કેમ થાય છે તેની વિગત આપતાં જણાવ્યુ હતુ કે કેબીસી શરૂ થવાનું હોય તે અગાઉ સોની ટીવી પર રોજ સતત પંદર દિવસ સુધી એક સાદો સવાલ આવતો હોય છે. તેનો જવાબ એસએમએસથી આપવાનો હોય છે. આથી નંબર રજીસ્ટ્રર થઇ જાય છે બાદમાં રપ હજાર લોકોને ઓડિશન માટેનાં કોલ આવતા હોય છે. એ વખતે પણ ત્રણ સવાલ પુછાય છે તે પૈકી બે સવાલ ચાર વિકલ્પોવાળા હોય છે અને એક સવાલ આપણે મોબાઇલમાંથી અમુક નંબરો ટાઇપ કરીને એનો જવાબ આપવાનો હોય છે. આ બધા પ્રશ્નોનાં જવાબ ૬ સેકન્ડમાંજ આપવાનો છે. ઓડીશનમાં જવાનો અર્થ આપણો હોય છે. પરંતુ જયારે ફાસ્ટેક ફિંગર ફર્સ્ટમાં બોલાવેુ ત્યારે બે લોકોનો તમામ ખર્ચ કેબીસી ઉઠાવે છે ઓડીશન ભારતમાં સીાતથી આઠ જગ્યાએ થતું હોય છે. જેમાં પ૦૦ લોકો આવે છે એ વખતે ર૦ માર્કસનાં વૈકલ્પિક પ્રશ્નો, ત્રણ કલાક જેવો આપણા જીવનને લગતા પ્રશ્નોનું વર્ણાત્મક આલેખન એક બુકલેટમાં  કરવાનું હોય છે અને ૭ થી ૧૦ મીનીટનો વિડીયો પણ હોય છે આખી પ્રક્રિયા સવારે ૭ થી રાતના ૮ કે ૧૦ વાગ્યા સુધી પણ ચાલે છે. બીનાબેન રાઠોડ તો કેબીસીમાં ચમકીયા છે પરંતુ તેઓ એ ભાવનગરના તખ્તેશ્વર મંદિર, જુના બંદર વિગેરે સ્થળોએ શુટીંગ કરી ભાવનગરના સ્થળોને ચમકીયા છે ભાવનગરનાં શ્રેષ્ઠીઓ અને લોકોએ બીનાબેન રાઠોડ ઉપર અભિનંદનની વર્ષા કરી છે.

(11:55 am IST)