Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ગોંડલમાં RCC રોડનું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના હસ્તે ખાતમુહુર્ત

ગોડલ,તા.૪: શહેરમાં રોડ રસ્તાઓ જાણે આર.સી.સી મઢીને ખાડા ખબડા તેમજ કિચડ ના સામ્રાજય મુકત કરવાની નેમ સાથે વિકાસ વેગવંતો કરવા માટે લાભ પાચમ ના દિવસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ બસ સ્ટેન્ડ થી ત્રણ ખુણીયા સુધીનુ આર.સી.સી.રોડ નુ ખાત મુહર્ત કરેલ હતું

ગોડલમાં મોટાભાગના રોડ રસ્તાઓ શેરીઓ ગલીઓમાં આર.સી.સી રોડથી ગોડલ નગર પાલીકા પ્રમુખ અશોક પીપળીયા સહિતની ટીમ આખા શહેરને જાણે મઢી દેવાની નેમ સાથે એકપછી એક રોડનુ કામ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાસદ રમેશભાઈ ધડુકના પુત્ર ડો.નૈમિષભાઈ ધડુક નાગરિક બેન્ક ના ચેરમેને જેન્તીભાઈ ઢોલ ની સુઝબુજ અને વિકાસની નેમ સાથે ભાજપની ટીમ ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા પૂર્વ પ્રમુખ મનીષાબેન સાવલિયા ચંદુભાઇ ડાભી સહિતના પાલિકાના સદસ્યો બસ સ્ટેન્ડથી ત્રણ ખુણીયા સુધીનુ આર.સી.સી રોડનુ ખાત મુહર્ત કરવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત રહ્યા હતાં.

(11:53 am IST)