Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

માણાવદરમાં વરસાદના ઝાપટાથી ખેડૂતો, જીનીંગ ઉદ્યોગકારોમાં દોડધામ

ખુલ્લામાં પડેલા કપાસ, કપાસીયા ખોળ,મગફળી, પાથરા પલળતા ભારે નુકશાન

માણાવદર તા ૪  :  માણાવદરમાં ગઇકાલે વરસાદી ઝાપટા અચાનક જ વાતાવરણ પલ્ટો મારી વરસાદ પડતા સમગ્ર શહેરમાં દોડધામ મચી ગઇ હતી.

કારણકે જીનીંગ ઉદ્યોગમાં ગ્રાઉન્ડમાં હાલ કપાસની સીઝન હોય જીનીંગ ચાલુ થયા છે, જેથી કપાસ ખુલ્લા ગ્રાઉન્ડમાં રાખેલ હોય, તેથી તેને વરસાદથી બચાવવા દોડધામ, કપાસીયા ખોળ ખુલ્લી ગુણી, ખેડૂતોના ખેતરોમાં ખુલ્લામાં પડેલ પાથરા, તૈયાર મગફળી, ચારો પલળતા તેને બચાવવા દોડધામ મચી ગઇ હતી.

ખેડૂત બીચારા કેવી રીતે બચાવે, એક તરફ ખેતરમાં ઓપનેરમાં માંડવી કાઢે છે તો પાથરા ખેતરમાં પડેલ તૈયાર માલનું પડુ ખેતરમાં જ હોય કયાં કયાં બચાવે જે પલળીને નુકશાની થઇ, મોઢે આવેલો કોળીયો ઝુંટાયાનો અહેસાસ થયો છે.

(11:51 am IST)