Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઉપલેટામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

ઉપલેટાઃસમગ્ર દેશમાં ૩૧ ઓકટોબરને ભારત રત્ન, અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪ મી જન્મ જયંતીની રાષ્ટ્રીય એકતા દિવસ જાહેર કરવામાં આવેલ હોય.  તે અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મામલતદાર કચેરી તથા નગરપાલિકા કચેરીના સહિયારા પ્રયાસથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી રન ફોર યુનિટીથી કરવામાં આવી હતી. જેમાં ઉપલેટા મામલતદાર કચેરી થી રન ફોર યુનિટી શરૂ થઈ શહેરના ગાંધી ચોક સુધી યોજવામાં આવી હતી. ગાંધી ચોક ખાતે નગરપાલિકાના હેડ કલાર્ક પ્રફુલભાઈ સુવા દ્વારા રાષ્ટ્રીય એકતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં ઉપલેટા મામલતદાર તથા કચેરી સ્ટાફ તેમજ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટાફ, પીઆઈ વી.એમ. લગારીયા તથા પોલીસ સ્ટાફ, લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી, ભાજપ તથા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, શહેરના આગેવાનો, શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર-ભરત દોશી)

(11:50 am IST)